પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીના માથે ટાલ જોઇને, પીએમ મોદીએ પૂછ્યો આવો પ્રશ્ન..

27 January, 2023 02:32 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિદ્યાર્થીઓના પ્રશ્નો પર પીએમ મોદીએ મજાક પણ કર્યો. આ ક્રમમાં ડીપીએસ બેંગ્લુરુ દક્ષિણમાં ભણતા મનન મિત્તલ પર પીએમ મોદીએ એવો જ મજાક કર્યો કે, બધા વિદ્યાર્થીઓ હસવા માંડ્યા.

ફાઈલ તસવીર

પીએમ મોદીએ (Prime Minister Narendra Modi) આજે પરીક્ષા પર ચર્ચામાં વિદ્યાર્થીઓના પ્રશ્નોનો જવાબ આપ્યો છે. આ દરમિયાન તે ખૂબ જ કૂલ અંદાજમાં જોવા મળ્યા. વિદ્યાર્થીઓના પ્રશ્નો પર તેમણે મજાક પણ કર્યો. આ ક્રમમાં ડીપીએસ બેંગ્લુરુ દક્ષિણમાં ભણતા મનન મિત્તલ પર પીએમ મોદીએ એવો જ મજાક કર્યો કે, બધા વિદ્યાર્થીઓ હસવા માંડ્યા.

મિત્તલનો પ્રશ્ન હતો કે ઑનલાઈન ભણતી વખતે ધણાં ડિસ્ટ્રેક્શન આવે છે જેમ કે ઑનલાઈન ગેમિંગ વગેરે. આખરે અમારે આનાથી કઈ રીતે બચવું? આ સવાલ પર પીએમ મોદીએ મંચ પર હાજર વિદ્યાર્થીઓને પૂછ્યું કે શું આ વિદ્યાર્થી છે કે? આના પર બધા હસવા માંડ્યા.

હકિકતે મિત્તલના માથે વાળ ન હોવાથી પીએમ મોદી આને લઈને તેમને પ્રશ્ન પૂછી લીધો કે શું આ વિદ્યાર્થી જ છે ને? તેમના આ પ્રશ્ન પર વિદ્યાર્થીઓ હસવા માંડ્યા. હકિકતે બધા બાળકો પરીક્ષા દરમિયાન ડિસ્ટ્રેક્શનને લઈને પ્રશ્નો પૂછી રહ્યા હતા.

આ પણ વાંચો : ૧૭ સપ્ટેમ્બર તો માનાં ચરણોમાં જ

દિલ્હીની 10મા ધોરણની કમાક્ષીએ પૂછ્યું કે વિદ્યાર્થી પોતાની પરીક્ષા દરમિયાન ડિસ્ટ્રેક્શનથી બચવા માટે શું કરી શકે છે? પીએમ મોદીને વિદ્યાર્થીઓએ પેરેન્ટ્સની વઢને લઈને પણ પ્રશ્નો પૂછી લીધા. આ મામલે મોદીએ કહ્યું કે બાળકોએ ખૂબ જ ચાલાકીથી માતા-પિતાની વઢથી બચવા માટે મને પણ પોતાની સાઇડ કરી લીધો છે. વિદ્યાર્થીઓએ પીએમ મોદીને પૂછ્યું હતું કે તે કેવી રીતે મીડિયા અને વિપક્ષની ટીકાના તાણથી બચી શકે છે. પીએમ મોદીએ ત્યાર બાદ કહ્યું કે બાળકોના માતા પિતા તેમના વઢતા નથી પણ રોક-ટોક કરે છે. આ ખોટું છે.

national news narendra modi