પશ્ચિમ બંગાળના કેક આર્ટિસ્ટે બનાવી રામમંદિરની થીમ પર ક્રિસમસ કેક

26 December, 2023 10:32 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

તેણે કહ્યું કે હું અયોધ્યાના રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કશું કરવા માગતી હતી માટે મેં આ કેક બનાવી છે.

રામમંદિરની થીમ પર ક્રિસમસ કેક

સિલિગુડીના એક કેક કલાકારે રામમંદિરની થીમ પર ક્રિસમસ કેક બનાવી છે. કેક-આર્ટિસ્ટ પ્રિયંકાએ જણાવ્યું કે બાવીસમી જાન્યુઆરીએ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, કારણ કે હું કેક-આર્ટિસ્ટ છું માટે મેં રામમંદિરના થીમવાળી કેક બનાવી છે. પશ્ચિમ બંગાળના સિલિગુડીના કેક-આર્ટિસ્ટે આ રામમંદિર થીમ ક્રિસમસ કેક બનાવી છે. તેણે કહ્યું કે હું અયોધ્યાના રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે કશું કરવા માગતી હતી માટે મેં આ કેક બનાવી છે.

ram mandir offbeat videos offbeat news social media