બંગાળની ખાડીમાં વાવાઝોડાની આગાહી

03 May, 2023 11:14 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

અમેરિકાના ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (જીએફએસ) અને યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ  વેધર ફોરકાસ્ટ દ્વારા બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડા રચનાની આગાહી કરી છે

જબલપુરની વિક્ટોરિયા હૉસ્પિટલના પાણી ભરાયેલા પરિસરમાંથી વ્હીલચૅર પર દરદીને લઈ જતા તેના રિલેટિવ્ઝ. તસવીર પી.ટી.આઇ.

છઠ્ઠી મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણ ભાગમાં ચક્રવાત જેવી પરિસ્થિતિ ઊભી થશે તેમ જ એની અસર સમગ્ર પ્રદેશમાં ૪૮ કલાક સુધી જોવા મળશે. અમેરિકાના ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (જીએફએસ) અને યુરોપિયન સેન્ટર ફૉર મિડિયમ રેન્જ  વેધર ફોરકાસ્ટ દ્વારા બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડા રચનાની આગાહી કરી છે. એપ્રિલ મહિનામાં ભારતીય મહાસાગરમાં કોઈ ચક્રવાતી વાવાઝોડું જોવા મળ્યું નહોતું. 

કેરલાનાં આૅરેન્જ અલર્ટ

કેરળનાં અમુક સ્થળોએ ભારે વરસાદને પગલે હવામાન વિભાગે રાજ્યના ચાર જિલ્લામાં ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે જેમાં પથાનમથિટ્ટા, એર્નાકુલમ, ઇડુક્કી અને થ્રિસુર જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત છ જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઑરેન્જને અલર્ટમાં ૬થી ૨૦ સેન્ટિમીટર સુધીનો વરસાદ પડે છે, જ્યારે યલો અલર્ટમાં ૬થી ૧૧ સેન્ટિમીટર સુધીનો વરસાદ પડે છે.

તામિલનાડુમાં વરસાદની આગાહી

છઠ્ઠી મેના ચક્રવાતની અસરને કારણે તામિલનાડુમાં પૉન્ડિચેરી અને કરાઈકલ પ્રદેશમાં આગામી બે દિવસ સુધી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાંશે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

Weather Update mumbai rains bay of bengal new delhi national news