ચંદીગઢ યુનિવર્સિટીમાં નહાતી યુવતીઓનો વીડિયો વાયરલઃ આરોપી વિદ્યાર્થિનીની થઈ ધરપકડ

18 September, 2022 03:52 PM IST  |  Chandigarh | Gujarati Mid-day Online Correspondent

આરોપી વિદ્યાર્થિનીનું કહેવું છે કે તેણે દબાણમાં આ વીડિયો બનાવ્યો છે

પ્રતીકાત્મક તસવીર

મોહાલીની ચંદીગઢ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનો નાહતો વીડિયો વાયરલ થયો છે. આ સમાચાર આવ્યા બાદ 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને તેમાંથી એકની હાલત નાજુક છે. જોકે, યુનિવર્સિટી આ વાતને નકારી રહી છે.

હોસ્ટેલમાં રહેતી યુવતીઓએ વીડિયો બનાવનાર યુવતીની પૂછપરછ કરી છે. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આરોપી વિદ્યાર્થિનીનું કહેવું છે કે તેણે દબાણમાં આ વીડિયો બનાવ્યો છે, વધુ સવાલો કરવા પર તે તેના ફોનમાં એક છોકરાનો ફોટો બતાવી રહી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર આ છોકરો તેનો બોયફ્રેન્ડ છે અને શિમલામાં રહે છે. તેણે આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પોલીસે એમ પણ કહ્યું હતું કે વિદ્યાર્થિનીએ માત્ર તેનો વીડિયો છોકરાને મોકલ્યો હતો. અન્ય છોકરીઓનો નહીં.

વીડિયો સામે આવ્યા બાદ શનિવારની મોડી રાત્રે ચંદીગઢ યુનિવર્સિટીમાં ભારે હોબાળો શરૂ થયો હતો, જે અત્યાર સુધી ચાલુ છે. વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો વિરોધ કરી રહ્યા છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલએ કહ્યું છે કે યુવતીએ ઘણા વાંધાજનક વીડિયો મોકલ્યા છે અને કડક કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું છે. પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.

પોલીસ કરી આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી

દરમિયાન પંજાબ પોલીસે આરોપી વિદ્યાર્થિનીની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે આ વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં નહાતી છોકરીઓનો વીડિયો બનાવ્યો હતો. બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

મોહાલીના એસએસપી વિવેક સોનીએ જણાવ્યું હતું કે, "આ વીડિયો એક વિદ્યાર્થિની દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો જે વાયરલ થયો. એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સાથે સંબંધિત કોઈ મૃત્યુની જાણ કરવામાં આવી નથી. મેડિકલ રેકોર્ડ મુજબ, કોઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો નથી. એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવેલી એક વિદ્યાર્થિની ચિંતિત હતી. અમારી ટીમ તેના સંપર્કમાં છે.”

આ પણ વાંચો: ગુજરાત સહિત પાંચ રાજ્ય અને ૧૦ સાઇટ્સ : અંતે થઈ કુનોની પસંદગી

national news chandigarh