Vande Bharat: ટ્રેનમાં ખાતાં પહેલા સર્તક રહેજો, વંદે ભારતના ફૂડમાં નિકળ્યો વંદો

28 July, 2023 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat) ટ્રેન ફરી ચર્ચામાં આવી છે. આ ટ્રેનમાં મુસાફરી કરતા એક યાત્રીના ભોજનમાં વંદો નિકળ્યો હતો. જાણો ક્યાંની છે આ ઘટના?

પ્રતીકાત્મક તસવીર

વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat)કોઈના કોઈ કારણસર હંમેશાં હેડલાઇન્સ આવે છે. જે રીતે તેનું બ્રાન્ડીંગ કરવામાં આવ્યું હતું તે જોઈને એવું લાગી રહ્યું હતું કે રેલવેમાં ક્રાંતિ થઈ રહી છે. તેની સ્પીડ સિવાય, બાકીની બધી બાબતોમાં આ ટ્રેન અન્ય ટ્રેનો જેવી જ નીકળી છે. ફરી એકવાર આ ટ્રેન ચર્ચામાં આવી છે અને તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો.

વાસ્તવમાં, આ મામલો 24 જુલાઈ 2023ના રોજ મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિથી હઝરત નિઝામુદ્દીન જતી ટ્રેન નંબર 20171 વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)સાથે સંબંધિત છે. તેના C-8 કોચની સીટ નંબર-57 પર ભોપાલથી ગ્વાલિયર જઈ રહેલા એક મુસાફરે પોતાના માટે ફૂડનો ઓર્ડર આપ્યો હતો. તે વ્યક્તિએ પીરસેલું ભોજન ખાવાનું શરૂ કર્યું અને પરાઠામાં પડેલો વંદો (cockroach found in food)જોઈને તે ચોંકી ગયો.

તેણે તરત જ ફરિયાદ કરી. પીરસવામાં આવેલા પરોઠામાં કોકરોચ જોવા મળતા જ યાત્રીએ તરત જ ટ્રેનમાં દોડી રહેલા IRCTC અધિકારીનો સંપર્ક કર્યો હતો. તાત્કાલિક કાર્યવાહી કરતા અધિકારીએ મુસાફર માટે વૈકલ્પિક ભોજનની વ્યવસ્થા કરી. અધિકારીઓ દ્વારા ઝડપી પ્રતિસાદથી મુસાફરો સંતુષ્ટ જણાતા હતા.

આ ઘટના પર IRCTC દ્વારા શૂન્ય સહિષ્ણુતાની કડક ચેતવણી સાથે લાઇસન્સધારક વિરુદ્ધ યોગ્ય શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ભોપાલ(Bhopal)માં લાઇસન્સધારકના રસોડામાં ખોરાક બનાવવા માટે યોગ્ય સાવચેતી રાખવા અને જંતુ નિયંત્રણની અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે. લાયસન્સધારકના રસોડાની સમયાંતરે તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે આવા ચેકમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.

વંદે ભારત ટ્રેનમાં પેશાબ કરવાના ચૂકવ્યા 6000

આ પહેલા પણ ટ્રેનમાં એક વિચિત્ર ઘટના સામે આવી હતી. સિંગરૌલીના બૈઢન વિસ્તારનો રહેવાસી બાલા અબ્દુલ કાદિર ભોપાલ સ્ટેશન (Bhopal)ર ટ્રેનની રાહ જોઈ રહ્યો હતો. તે સમયે તેને પેશાબ લાગ્યો. તેણે પેશાબ કરવા માટે સ્ટેશન પર આવેલા ટોયલેટનો ઉપયોગ ન કર્યો. સ્ટેશન પર બનેલા ટોયલેટની જગ્યાએ તે ઈન્દોર જવા માટે ઊભી રહેલી વંદે ભારત ટ્રેન (Vande Bharat)માં ગયો. જ્યારે તે પેશાબ કરીને જ્યારે ટ્રેનમાંથી બહાર આવવા ગયો ત્યારે ટ્રેનના દરવાજા બંધ થઈ ગયા. ટ્રેનના દરવાજા બંધ થઈ જતાં જ તે ગભરાઈ ગયો. પછી તેણે ટીસીની મદદ માગી તો તેણે નુકસાની સહિત ટિકિટનું ભાડું રૂ.1020  લીધું. અબ્દુલ ઉજ્જેન સ્ટેશન પર ઉતર્યો અને ત્યાંથી ફરી ભોપાલ આવ્યો, જેમાં તેણે કુલ 6000 હજારો ખર્ચો થયો. 

 

vande bharat madhya pradesh bhopal indian food indian railways