ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પલટી નાખવાનું કાવતરું નિષ્ફળ

31 May, 2025 11:42 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ટ્રૅક પર મૂક્યા હતા મોટા પથ્થર

ફાઈલ તસવીર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ઉત્તર મધ્ય રેલવેનાં ભીરપુર અને મેજા રેલવે-સ્ટેશનો વચ્ચે તેજસ રાજધાની એક્સપ્રેસને પલટી નાખવાનું કાવતરું નિષ્ફળ ગયું છે. ટ્રેન આવે એ પહેલાં રેલવે ટ્રૅક પર મોટા પથ્થરો મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાને ગુરુવારે રાત્રે અંજામ આપવામાં આવ્યો હતો. લોકોપાઇલટની સતર્કતાને કારણે અકસ્માત ટળી ગયો હતો. લોકોપાઇલટે ભીરપુર અને મેજા રોડ રેલવે-સ્ટેશન વચ્ચે ૧૦ મિનિટ સુધી ટ્રેન રોકી હતી અને અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. આ અંગે માહિતી મળતાં જ વિભાગમાં હોબાળો મચી ગયો હતો.

uttar pradesh prayagraj indian railways national news news