26 July, 2025 02:50 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
દહેજ માટે પત્ની પર દબાણ કરવા પિતાએ ૮ મહિનાના પુત્રને ગામમાં ઊંધો ફેરવ્યો
ઉત્તર પ્રદેશના રામપુરમાં સંજુ નામના પતિએ પત્ની સુમન સાથે દહેજના મુદ્દે ઝઘડો થયા બાદ તેના ૮ મહિનાના પુત્રને ઊંધો લટકાવીને ગામમાં ફર્યો હતો. સંજુને હતું કે પુત્રને ગામમાં આવી રીતે ફેરવીશ તો પત્ની પર દહેજ લાવવા માટે દબાણ આવશે. દહેજના મુદ્દે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા જ હતા, પણ સંજુએ ૮ મહિનાના પુત્ર સાથે હેવાનિયત કરતાં ગામલોકોએ આનો વિડિયો બનાવ્યો હતો અને સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. સુમને કહ્યું હતું કે ‘મારા પતિએ દહેજમાં બે લાખ રૂપિયા અને કારની માગણી કરી હતી. અમારાં લગ્ન ૨૦૨૩માં થયાં હતાં. જ્યારે હું સાસરે ગઈ ત્યારે મારાં સાસરિયાંઓએ મને ખૂબ માર માર્યો હતો. તેઓ દહેજના મુદ્દે દર વખતે મને માર મારતાં હતાં.’