૧૮ વર્ષની અપરિણીત દીકરી ગર્ભવતી બની, પિતાએ ચંબલ નદીમાં ડુબાડીને હત્યા કરી, શબ ન મળ્યું

09 August, 2026 02:41 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

લગ્ન પહેલાં પુત્રીના ગર્ભધારણથી પરિવારના સન્માન પર કલંક લાગશે એવો ડર રાખીને ૨૯ જુલાઈએ પિતા પુત્રીને ચંબલ નદીના કિનારે લઈ ગયા હતા

પ્રતીકાત્મક તસવીર

આગરાના ચંબલ નદી વિસ્તારમાં ઑનર કિલિંગનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સાઉથ દિલ્હીના ટિગરી વિસ્તારના બાવન વર્ષના રહેવાસી લખપત સિંહે તેમની ૧૮ વર્ષની અપરિણીત અને ગર્ભવતી પુત્રી ખુશીને નદીમાં ડુબાડી દીધી હતી. ખુશીને ગર્ભપાત કરવાના બહાને આગરાના બસૌની વિસ્તારમાં લાવવામાં આવી હતી અને પછી તેને ચંબલ નદીમાં કૂદી પડવા માટે કહેવામાં આવ્યું હતું, પણ ખુશીએ ના પાડી દેતાં પિતા અને તેના સંબંધીએ ખુશીની નદીમાં ડુબાડીને હત્યા કરી હતી. એવું જાણવા મળે છે કે આરોપી પિતાએ કથિત રીતે તેના પગ સ્પર્શ્યા હતા. 

લગ્ન પહેલાં પુત્રીના ગર્ભધારણથી પરિવારના સન્માન પર કલંક લાગશે એવો ડર રાખીને ૨૯ જુલાઈએ પિતા પુત્રીને ચંબલ નદીના કિનારે લઈ ગયા હતા અને હત્યાને અંજામ આપ્યો હતો. ઘરે પાછા ફર્યા પછી આરોપીએ કથિત રીતે ખુશીની આત્મહત્યાની વાત જણાવી હતી અને ગુનાને ઢાંકવા અને તપાસકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે નકલી અગ્નિસંસ્કારના ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા.
શંકાના આધારે પૂછપરછ અને તપાસ બાદ દિલ્હી પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી. જોકે ખુશીનો મૃતદેહ નદીમાંથી મળ્યો નહોતો. આ માટે ૧૦ કિલોમીટર સુધી તપાસ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે મગર અને જળચર પ્રાણીઓને કારણે મૃતદેહ મળ્યો નહીં હોય.

national news india Crime News agra