03 February, 2025 11:33 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગને કરવામાં આવેલી નાણાંની ફાળવણી સંદર્ભે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે રેલવે મંત્રાલયને ૨.૫૨ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ આવનારા રોકાણને જોડવામાં આવે તો રેલવે બજેટ ૨.૬૪ લાખ કરોડ રૂપિયાનું થવા જાય છે.
આગામી ત્રણ વર્ષમાં ભારતમાં ૨૦૦ વંદે ભારત, ૧૦૦ અમૃત ભારત અને ૫૦ નમો ભારત ટ્રેનો દોડાવવામાં આવશે. આ બજેટમાં જનરલ કોચવાળા ૧૭,૫૦૦ ડબ્બાના નિર્માણને પણ મંજૂરી આપવામાં આવી છે.
રેલવેમાં જનરલ ક્લાસના ડબ્બાની અછત છે એવા સવાલના જવાબમાં રેલવે પ્રધાને કહ્યું હતું કે ૩૧ માર્ચ સુધીમાં આવા ૧૪૦૦ ડબ્બા બનીને તૈયાર થશે, આવતા વર્ષે ૨૦૦૦ નવા ડબ્બા તૈયાર થશે અને કુલ ૧૭,૫૦૦ ડબ્બા બનાવવાની યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.
100
આ નાણાકીય વર્ષના અંત સુધીમાં આટલા ટકા ઇલેક્ટ્રિફિકેશન કરી દેવામાં આવશે
1.6
૩૧ માર્ચ સુધીમાં આટલા અબજ ટન માલનું પરિવહન કરવામાં આવશે
1000
રેલવે વિભાગ આટલા નવા ફ્લાયઓવરોનું નિર્માણ કરશે