વેપારીઓને ધાર્યા પ્રમાણેનો લાભ ન મળ્યો, નારાજગી છે

24 July, 2024 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્કમ ટૅક્સમાં પણ વેપારીઓને અપેક્ષા પ્રમાણે રાહત નથી આપવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

બજેટની સમીક્ષા કરતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે વેપારી વર્ગને અપે​​ક્ષિત લાભ મળ્યો નથી. MSMEના સેક્શન ૪૩ (B)hને હટાવવાનો વાયદો પણ પૂરો થયો નથી, જેને કારણે કરોડો વેપારીઓને અસર થઈ રહી છે.

ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાઓને બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે, પણ વેપારીઓ માટે કોઈ વિશેષ જોગવાઈ નથી કરવામાં આવી.

એ સિવાય ઇન્કમ ટૅક્સમાં પણ વેપારીઓને અપેક્ષા પ્રમાણે રાહત નથી આપવામાં આવી.

લૉન્ગ ટર્મ અને શૉર્ટ ટર્મ ગેઇન પર ટૅક્સ વધારવાથી ​વેપારીઓ પરનો બોજ વધી ગયો છે, જેને કારણે વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે. વેપારીઓની તકલીફો પર ધ્યાન અપાય એ માટે યોગ્ય પૉલિસી બનાવાય એ જરૂરી છે. 

 

- જિતેન્દ્ર શાહ (પ્રેસિડન્ટ, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર)

union budget business news national news