03 November, 2025 12:21 PM IST | Nainital | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડના નૈનીતાલમાં ટૂરિસ્ટોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર શનિવારે મોડી રાતે ૧૨ વાગ્યા પછી અચાનક નિયંત્રણ બેકાબૂ થવાથી નજીકની ખાઈમાં પડી ગયો હતો. નસીબજોગે ખાઈ બહુ ઊંડી નહોતી, માત્ર ૫૦ ફુટ ઊંડી હતી. ટેમ્પોનો ડ્રાઇવર નશામાં હતો અને તેને ગાડી ન ચલાવવાનું કહેવામાં આવ્યું હોવા છતાં તે માન્યો નહોતો અને ટેમ્પો ભગાવી દીધો હતો. ટેમ્પોમાં ૧૮ પ્રવાસીઓ નીમ કરોલી બાબાના કૈંચી ધામનાં દર્શન કરીને દિલ્હી પાછા ફરી રહ્યા હતા. આ ઍક્સિડન્ટમાં બે લોકોનાં મૃત્યુ થયાં હતાં. બે કલાક રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યુ હતું અને ૧૬ ઘાયલોને હલ્દવાનીની હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.