આસામમાં અત્યાર સુધી 5ના મોત, અલિગઢ યુની.માં વિદ્યાર્થીઓનું પ્રદર્શન

16 December, 2019 12:59 PM IST  |  New Delhi

આસામમાં અત્યાર સુધી 5ના મોત, અલિગઢ યુની.માં વિદ્યાર્થીઓનું પ્રદર્શન

અલિગઢ યુનિ.

આસામની વિવિધ જગ્યાઓ પર નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલી હિંસામાં અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થયા છે. આસામના એડિશનલ ડિરેક્ટર જનરલ પોલીસ જી.પી.સિંઘે જણાવ્યું કે, ગુવાહાટીમાં સોમવારે સવારે છ વાગ્યાથી કર્ફ્યૂ હટાવી દેવામાં આવશે પરંતુ રાત્રે કર્ફ્યુ ચાલુ રહેશે. રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. આસામના ગુવાહાટીમાં સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી લોકોને કર્ફ્યૂમાં આંશિક રાહત મળી છે. આ સાથે જ આસામના મુખ્યપ્રધાને પણ હાલની પરિસ્થિતીને લઈ ટ્વિટ કર્યું છે. નાગરિકતા કાયદા વિરુદ્ધના પ્રદર્શનમાં થયેલી હિંસાને લઈ અત્યાર સુધી 5 લોકોના મૃત્યુ થવાના સમાચાર છે.

ગુવાહાટીમાં કર્ફ્યુમાં આંશિક છુટછાટ
મહત્વનું છે કે, નાગરિકતા સંશોધન કાયદાના વિરોધને લઈ દિબ્રૂગઢ અને ગુવાહાટીના જિલ્લાના કેટલાક હિસ્સાઓમાં કર્ફ્યૂને આંશિક છૂટછાટ અપાઈ હતી.ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલ અનુસાર, અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, 11 ડિસેમ્બરના રોજ સાંસદમાં નાગરિકતા સંશોધન બિલને પસાર થયા બાદ આસામના કેટલાયે વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. 13 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ એક્ટ બની ગયો છે.

આસામના CM સોનોવાલે આપી પ્રતિક્રિયા
મુખ્યપ્રધાને કર્યું ટ્વિટ વિરોધને લઈ આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ પ્રતિક્રિયા આપવા ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે તમામ વાસ્તવિક ભારતીય નાગરિકો અને આસામના લોકોના હકનું રક્ષણ કરવા કટિબદ્ધ છીએ.ત્યાર બાદ દિસપુર, અઝાન બજાર, ચાંદમારી, સિલપુખુરી અને ઝૂ રોડ સહિત અનેક જગ્યાઓ પર લાંબી કતાર જોવા મળી હતી. અધિકારીઓએ કહ્યું કે, પોલીસ લોકોને આ રાહત અંગે માહિતી આપવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી રહી છે.

મુંબઈમાં પ્રદર્શન માટે ભેગા થયા વિદ્યાર્થીઓ
મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ પણ આજે CAA વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. નોર્થ ઈસ્ટ અને દિલ્હીમાં જે રીતે પ્રદર્શન થયા તે પછી સમગ્ર દેશની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

દિલ્હીની જામિયા યુનિ.માં સવારે ફરી વિરોધ-પ્રદર્શન
દિલ્હીના જામિયા કેમ્પસમાં થયેલા હોબાળા પછી વિદ્યાર્થીઓનું મિડનાઈટ પ્રોટેસ્ટ ખતમ થઈ ગયું હતું. મોડી રાત્રે 50 વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા પછી પોલીસ હેડક્વાર્ટર પર પ્રદર્શન ખતમ થઈ ગયું હતું અને બધા વિદ્યાર્થીઓ ધીમે ધીમે જવા લાગ્યા હતા. પોલીસે મોડી રાતે દિલ્હીના કાલકાજી પોલીસ સ્ટેશનથી 35 વિદ્યાર્થીઓને છોડ્યા હતા, તે ઉપરાંત ફ્રેન્ડ્સ કોલોનીથી પણ 15 લોકોને છોડવામાં આવ્યા હતા.

national news