તમાકુનાં પૅકિંગ મશીનો રજિસ્ટર્ડ નહીં હશે તો એક લાખનો દંડ ભરવો પડશે

06 February, 2024 11:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જીએસટી વિભાગ દ્વારા લેવામાં આવેલા આ પગલાનો ઉદ્દેશ તમાકુ ઉત્પાદન ક્ષેત્રમાં આવકના લીકેજને રોકવાનો છે.

પ્રતીકાત્મક તસવીર

જો તમે પાનમસાલા, ગુટકા અને તમાકુના ઉત્પાદક અને વેપારી છો તો આ સમાચાર તમારા માટે છે. જીએસટી વિભાગે હવે એક નવી ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી છે. જો તમાકુ પ્રોડક્ટના ઉત્પાદકોએ તેમની પૅકિંગ મશીનરીની નોંધણી ન કરાવી હોય તો તેમણે જીએસટી સત્તાવાળાઓને દંડ ચૂકવવો પડશે. જીએસટી વિભાગ દ્વારા લેવામાં આવેલા આ પગલાનો ઉદ્દેશ તમાકુ ઉત્પાદન ક્ષેત્રમાં આવકના લીકેજને રોકવાનો છે.

national news health tips goods and services tax offbeat news