26 December, 2023 09:39 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કલકત્તા: મિમિક્રી સામાન્ય રીતે લોકોને હસાવવા માટે કરાતી હોય છે, પરંતુ તૃણમૂલ કૉન્ગ્રેસના એમપી કલ્યાણ બૅનરજીએ રિસન્ટ્લી સંસદભવનના પ્રિમાઇસિસમાં મિમિક્રી કરતાં રાજકીય તોફાન આવી ગયું હતું. હવે તેમણે કહ્યું હતું કે જો કોઈ હ્યુમર સમજતું ન હોય તો તેઓ લાચાર છે. બૅનરજીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રી કરી હતી. બૅનરજીએ તેમની લોકસભા બેઠક સેરામપુરમાં એક જનસભાને સંબોધતી વખતે કહ્યું હતું કે ‘લોકસભાની અંદર મિમિક્રી પર્ફોર્મ કરનારી સૌપ્રથમ વ્યક્તિ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. એ સમયે તેમણે સ્ટેજ પર વડા પ્રધાનની મિમિક્રી કરી હતી. તેમણે એમ કર્યું હતું ત્યારે અમે સ્માઇલ કર્યું હતું.’
તેમણે વધુ એક વખત જણાવ્યું હતું કે મિમિક્રી એક આર્ટ છે. તેમણે કહ્યું હતું કે ‘જો કોઈ આર્ટ ન સમજી શકતું હોય તો હું શું કરી શકું? જો કોઈ હ્યુમરને ન સમજી શકે તો, જો કોઈની પાસે સુસંસ્કૃત દિમાગ ન હોય તો, જો કોઈ પોતાની જાતને ટાર્ગેટ કરે તો હું લાચાર છું.’ઉપરાષ્ટ્રપતિનું નામ લીધા વિના બૅનરજીએ કહ્યું હતું કે ‘મને સમજાતું નથી કે શા માટે તમે એમ વિચારો છો કે એ તમારા વિશે છે, તેઓ દિવસ-રાત રડી રહ્યા છે. શા માટે તેઓ એક બાળકની જેમ આટલું રડે છે?’