ટિકટોકે લીધો જીવઃ દિલ્હીના યુવકનું વીડિયો બનાવતી વખતે ગોળી ચાલી જતા મોત

15 April, 2019 09:16 AM IST  |  નવી દિલ્હી

ટિકટોકે લીધો જીવઃ દિલ્હીના યુવકનું વીડિયો બનાવતી વખતે ગોળી ચાલી જતા મોત

ટિકટોકે લીધો યુવકનો જીવ

ઘટના દિલ્હીની છે જ્યાં શનિવારે સલમાન નામનો યુવક તેના મિત્રો સોહેલ અને આમિર સાથે ઈન્ડિયા ગેટ ગયો હતો. ત્યાંથી પાછા ફરતા સમયે સોહેલ સલમાનની બાજુમાં બેઠો હતો અને સલમાન કાર ચલાવી રહ્યો છે. સોહેલ પાસે દેશી બનાવટની પિસ્તોલ હતી. વીડિયો બનાવવા માટે તેણે આ પિસ્તોલ સલમાન પર તાકી અને વીડિયો બનાવતા સમયે તેમાંથી ગોળી ચાલી ગઈ.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ સમયે તેમનો ત્રીજો મિત્ર આમિર કારમાં પાછળ બેઠો હતો. ઘટના બાદ આમિર અને સોહેલ ગભરાઈ ગયા અને સોહેલના સંબંધીને ત્યાં જઈને સલમાનના લોહીથી ખરડાયેલા કપડા બદલી નાખ્યા હતા. અને બાદમાં તેને LNJP હૉસ્પિટલ લઈ ગયા. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. સલમાનને દાખલ કરીને બંને જતા રહ્યા હતા. જે બાદ રાત્રે હૉસ્પિટલના સત્તાવાળાઓએ પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચોઃ વાંધાજનક કંટેંટ પર ટિકટૉકનું કડક વલણ, ભારતમાં હટાવ્યા 60 લાખ વીડિયો

પોલીસેને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. જે બાદ સોહેલની ગોળી ચલાવવા બદલે, આમિરની હથિયારનો નાશ કરવા બદલ અને લોહીથી ખરડાયેલા કપડા બદલવા બદલ શરીફની ધરપકડ કરવામાં આવી છે. આ મામલો માત્ર અકસ્માત હતો કે નહીં તેની તપાસ પોલીસ કરી રહી છે. આમ, ટિકટોક પર વીડિયો પોસ્ટ કરવાના શોખની કિંમત સલમાને જીવ ગુમાવીને ચુકવવી પડી છે.

tech news delhi