27 December, 2023 10:16 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પીલીભીતઃ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં સોમવાર અને મંગળવાર વચ્ચેની મધ્ય રાતે લગભગ એક વાગ્યે જંગલથી નીકળીને એક ટાઇગ્રેસ રેસિડેન્શિયલ એરિયામાં ઘૂસી ગઈ હતી. સવારે જ્યારે સ્થાનિક લોકોએ એને જોઈ તો તેઓ ડરી ગયા. તેમણે વન વિભાગને જાણ કરી. વન વિભાગના કર્મચારીઓએ લગભગ ૧૦ કલાક ખૂબ મહેનત કરીને ટાઇગ્રેસને કાબૂમાં લીધી હતી. જોકે એ દરમ્યાન પીલીભીતના કલીનગર તાલુકા ક્ષેત્રના અટકોના ગામના સ્થાનિક લોકોમાં ડરનો માહોલ હતો. ગામના લોકોએ વન વિભાગની ટીમ પહોંચે એ પહેલાં એ દીવાલની ફરતે ટાઇગ્રેસને ઘેરી લીધી હતી કે જેના પર એ બેઠી હતી, જેનાથી ટાઇગ્રેસની મૂવમેન્ટનો એરિયા સિમીત કરવામાં આવ્યો હતો.