જૂનમાં દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની ઘટ રહેશે : હવામાન વિભાગ

27 May, 2023 08:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ત્રણ વર્ષ બાદ અલ નીનોની સ્થિતિની શક્યતા ઊભી થઈ છે

ફાઇલ તસવીર

ભારતમાં અલ નીનોની સ્થિતિ છતાં ઉત્તર પશ્ચિમ પ્રદેશને બાદ કરતાં ચોમાસાની આ સીઝનમાં સામાન્ય વરસાદ પડશે. ત્રણ વર્ષ બાદ અલ નીનોની સ્થિતિની શક્યતા ઊભી થઈ છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કર્ણાટક, તામિલનાડુ, રાજસ્થાન અને લદાખ જેવા વિસ્તારો સિવાય દેશના મોટા ભાગના વિસ્તારમાં જૂનમાં વરસાદની ઘટ રહેશે. અલ નીનોની સ્થિતિ માટે ૯૦ ટકા શક્યતા છે, જેની ભારતમાં સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પર અસર થાય છે. 

national news Weather Update