જો બાઈડન સહિત આ વિદેશી નેતાઓએ PM મોદીના માતા હીરાબાના નિધન પર સંવેદનના કરી વ્યક્ત

31 December, 2022 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શુક્રવારે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું નિધન થયું.

જો બાઈડન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને (Joe Biden)પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબા મોદી(Hiraba Modi)ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, `જીલ અને હું PM નરેન્દ્ર મોદી પ્રત્યે તેમની માતા હીરાબેન મોદીના નિધન પર દિલથી શોક વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાર્થના પીએમ અને તેમના પરિવાર સાથે છે.`

શુક્રવારે હીરાબાનું નિધન
જણાવી દઈએ કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું 100 વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનના સમાચાર મળતાની સાથે જ દેશ અને દુનિયાના નેતાઓ તરફથી શોકનો પ્રવાહ જોવા મળ્યો હતો. જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ટ્વીટ કરીને કહ્યું, `વડાપ્રધાન મોદી, હું તમારી પ્રિય માતાના નિધન પર ખૂબ જ શોક વ્યક્ત કરું છું. તેમના આત્માને શાંતિ મળે.`

બેન્જામિન નેતન્યાહુ
ઈઝરાયેલના નવા ચૂંટાયેલા વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. નેતન્યાહુએ કહ્યું, `મારા પ્રિય મિત્ર નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાન, કૃપા કરીને તમારી પ્રિય માતાના નિધન પર મારી સંવેદના સ્વીકારો.`

શેહબાઝ શરીફ
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે વડાપ્રધાન મોદીના માતા હીરાબેનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શરીફે ટ્વીટ કર્યું, `માતાને ગુમાવવાથી મોટી ખોટ કોઈ ન હોઈ શકે. માતાના નિધન પર મારા વતી વડાપ્રધાન મોદીને સંવેદના.

આ પણ વાંચો: ભાવુક મન, ભીની આંખો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યા માતા હીરાબાના અંતિમ સંસ્કાર

શેખ હસીના
બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વડા પ્રધાન મોદીની માતાના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. મોદીને આપેલા શોક સંદેશમાં હસીનાએ કહ્યું, "ભારે હૃદયથી, હું, બાંગ્લાદેશના લોકો વતી અને મારા પોતાના વતી, તમારી પ્રિય માતા હીરાબેન મોદીના નિધન પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું."

નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ `પ્રચંડ`એ કહ્યું કે તેઓ મોદીની માતાના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખી છે. તેમણે ટ્વીટ કર્યું, `દુઃખની આ ઘડીમાં હું પીએમ મોદીજી અને પરિવારના સભ્યો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું અને મૃત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું.` શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પીએમ મોદી પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. 

આ પણ વાંચો:જ્યારે પીએમ મોદીએ હીરાબાના સંઘર્ષો દુનિયાને જણાવ્યા હતા

ભૂટાનના વડા પ્રધાન ડૉ. લોટે શેરિંગે ટ્વિટ કર્યું, `વડાપ્રધાન મોદીના માતાના નિધન પર મારી સંવેદના. તમારા માતા-પિતાને ગુમાવવાનું દુઃખ અસહ્ય છે.શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેએ પણ હીરાબાના નિધન પર મોદી પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. નેપાળના પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોદીના માતાના નિધન પર શોક વ્યક્ત કરતા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

national news joe biden narendra modi