આ છે આ વર્ષની બે હાર્ટબ્રેકિંગ તસવીર, બંને પર ભારતીયોને છે ગર્વ

07 September, 2019 11:22 AM IST  |  મુંબઈ

આ છે આ વર્ષની બે હાર્ટબ્રેકિંગ તસવીર, બંને પર ભારતીયોને છે ગર્વ

આ છે આ વર્ષની બે હાર્ટબ્રેકિંગ તસવીર

ચંદ્રયાન 2નો ઈસરો સાથે સંપર્ક તૂટવાની ક્ષણ દરેક ભારતીયો માટે હાર્ટ બ્રેક સમાન હતી. અને આવી જ ક્ષણ હતી ધોનીનું સેમીફાઈનલમાં રન આઉટ થવું. બંને વખતે ભારતીય ખેલાડીઓ અને વૈજ્ઞાનિકોએ જે મહેનત કરી તેણે દરેક ભારતીયનું દિલ જીતી લીધું. ભલી સફળતા ન મળી પરંતુ પ્રયાસ શ્રેષ્ઠ હતો.

ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવાની નજીક જ હતું ત્યારે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમીના અંતર પહેલા ચંદ્રયાનનો ઈસરો સાથેનો સંપર્ક તૂટી ગયો. સંપર્ક ખોરવાયો ત્યારે ચંદ્રયાન લેન્ડ થવાને માત્ર 1 મિનિટ 9 સેકન્ડનો જ સમય બાકી હતી. સંપર્ક તૂટી જતા ઈસરોના વૈજ્ઞાનિકોથી લઈને દેશવાસીઓ દરેકના ચહેરા પર એક નિરાશા જોવા મળી હતી.ઈસરોના ચીફ તો વડાપ્રધાન મોદીને ગળે મળીને રડવા પણ લાગ્યા હતા. અને કાંઈક આવી જ લાગણી દરેક ભારતીયએ પણ અનુભવી હતી.

 

આ પણ જુઓઃ Tapas Relia: આ મૂળ ગુજરાતી કંપોઝર માટે મ્યુઝિક જ છે સર્વસ્વ

ઈસરોના આ પ્રયાસ બાદ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં એક તસવીર ધોનીની છે અને બીજી વિક્રમ લેન્ડરની. આ બંને ક્ષણોને 2019ની હાર્ટ બ્રેકિંગ મોમેન્ટ ગણાવવામાં આવી રહી છે. ધોનીના ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં આઉટ થતાની સાથે જ વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશવાનું ભારતનું સ્વપ્ન રોળાઈ ગયું હતું. અને આ જ રીતે લેન્ડર સાથે સંપર્ક તૂટતા ચંદ્રયાન મિશન અધુરૂં રહ્યું હતું.

isro ms dhoni