યુવકે `The Kerala Story` જોયા બાદ કર્યો યુવતીના ધર્મ પરિવર્તનનો પ્રયાસ, FIR દાખલ

23 May, 2023 09:21 PM IST  |  Indore | Gujarati Mid-day Online Correspondent

મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી (Indore in Madhya Pradesh) એક મહિલાનો બળાત્કાર કરી ધર્મ પરિવર્તન માટે દબાણ નાખવાના આરોપમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શખ્સની ઊંમર 23 વર્ષ છે. પીડિત મહિલાએ પોલીસમાં જઈને એફઆઈઆર નોંધાવ્યો છે.

ફાઈલ તસવીર

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ઈન્દોરમાંથી (Indore in Madhya Pradesh) એક મહિલાનો બળાત્કાર કરી ધર્મ પરિવર્તન માટે દબાણ નાખવાના આરોપમાં યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી શખ્સની ઊંમર 23 વર્ષ છે. પીડિત મહિલાએ પોલીસમાં જઈને એફઆઈઆર નોંધાવ્યો છે. પીડિત મહિલાએ આરોપ મૂક્યો છે કે ફિલ્મ `ધ કેરલ સ્ટોરી` (The Kerala Story) જોયા બાજ જ તેની સાથે આ ઘટના થઈ.

આરોપી વિરુદ્ધ ઈન્દોરના ખજરાના થાણાંમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. થાણાંના પ્રભારી દિનેશ વર્માએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આરોપી યુવકને મધ્ય પ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ 2021, ભારતીય દંડ વિધાનની કલમ 376(2) (N) અને અન્ય કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દિનેશ વર્માએ આગળ જણાવ્યું કે યુવતીનું કહેવું છે કે તે તાજેતરમાં જ આરોપી સાથે ફિલ્મ ધ કેરલા સ્ટોરી જોવા ગઈ હતી. ફિલ્મ જોયા બાદ બન્નેમાં વાદવિવાદ થયો અને યુવકે મહિલા સાથે મારપીટ કરી. ત્યાર બાદ યુવતીએ 19મેના રોજ થાણાંમાં જઈને એફઆઈઆર નોંધાવી આવી.

દિનેશ વર્માએ પ્રાથમિકીનો હવાલો આપતા કહ્યું કે ફરિયાદકર્તા `લગ્નનાં બહાને પ્રેમના ઝાળમાં ફસાયા બાદ` તે વ્યક્તિ સાથે રહેતી હતી. મહિલાએ આરોપ મૂક્યો કે આરોપી વ્યક્તિ તેના પર પોતાનો ધર્મ બદલવાનું દબાણ કરી રહ્યો હતો અને તેને માનસિક રીતે હેરાન કરી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું કે આરોપી યુવક 12મું ધોરણ ભણ્યો છે અને બેરોજગાર છે. જ્યારે પીડિત મહિલા ઉચ્ચ શિક્ષિત છે અને એક ખાનગી કંપનીમાં કામ કરે છે. પોલીસે કહ્યું કે આરોપોની તપાસ કરવામાં આવી રહી છે અને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : વિધાનસભા ચૂંટણી પહેલા 31 તારીખે ફરી રાજસ્થાન જશે પીએમ મોદી, શું છે અજમેર

જણાવવાનું કે ફિલ્મ ધ કેરલ સ્ટોરીનું ટ્રેલર જ્યારથી આવ્યું છે, તેના પછીથી જ ફિલ્મ વિવાદોમાં છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેરળમાં છોકરીઓનું ધર્મ બદલીને તેમને આઈએસઆઈએસમાં સામેલ થવા માટે મજબૂર કરવામાં આવી. જણાવવાનું કે આ ફિલ્મ પર બંગાળમાં બૅન પણ મૂકવામાં આવ્યો છે અને પછી કેસ સુપ્રીમ કૉર્ટ પહોંચ્યો. પણ સુપ્રીમ કૉર્ટે પ્રતિબંધ ખસેડી લીધો.

indore the kerala story madhya pradesh Crime News sexual crime