સુપ્રીમ કોર્ટને પાંચ નવા જજ મળ્યા 

05 February, 2023 09:54 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે પાંચ નવા જજોની નિમણૂક કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટ


નવી દિલ્હી ઃ સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે પાંચ નવા જજોની નિમણૂક કરવામાં આવી હતી. કાયદાપ્રધાન કિરેન રિજિ​જુએ ટ્વીટ કરીને રાજસ્થાન હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પંકજ મિથલ, પટના હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ સંજય કરોલ, મણિપુર હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પી. વી. સંજય કુમાર, પટના હાઈ કોર્ટના જસ્ટિસ અહસનુદ્દિન અમનુલ્લાહ અને અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. 

national news supreme court