તિરંગાને જમીન પર ન ફેંકતા

20 January, 2024 12:03 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રજાસત્તાક દિન પહેલાં સરકારે ખાસ ચેતવણી આપી

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : ૭૫મા પ્રજાસત્તાક દિવસને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશભરમાં તેની ઉજવણી માટેની તૈયારીઓ ચાલી રહી છે. દરમ્યાન, ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરિપત્ર જારી કરીને નેશનલ ફ્લૅગ કોડનું કડકાઈથી પાલન થાય અને તિરંગાનું અપમાન ન થાય તેની ખાતરી કરવા કહ્યું છે.

મંત્રાલયે જણાવ્યા અનુસાર, લોકો કાગળના રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે છે, પણ તેઓએ ધ્વજને જમીન પર ફેંકવા જોઈએ નહીં. આ ધ્વજનું ગૌરવ જાળવીને તેનો ખાનગીમાં નિકાલ કરવો જોઈએ. તમામ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને સ્પોર્ટ્સના કાર્યક્રમોને આ માર્ગદર્શિકા લાગુ પડે છે. રાષ્ટ્ર ધ્વજને સન્માન મળવું જોઈએ કારણ કે, તે ભારતના લોકોની આશા અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ‘ફ્લૅગ કોડ ઑફ ઈન્ડિયા’ વિશેની માહિતી મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૅન્યુઅલ મૅક્રોન મુખ્ય અતિથિ હશે. ૨૬ જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રગીત અને ૨૧ બંદૂકોની સલામી સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવશે. આ દિવસને ધ્યાનમાં રાખીને વિવિધ સુરક્ષાના પગલાં લેવામાં આવી 
રહ્યા છે. 

national news new delhi republic day