ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરથી કેદારનાથધામ રવાના થઈ બાબા કેદારની ડોલી, બીજી મેએ કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલશે

29 April, 2025 02:42 PM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

બાબા કેદારની ડોલી શિયાળાના છ મહિના ઉખીમઠમાં વિશ્રામ કરે છે અને પછી કપાટ ખૂલતાં પહેલાં ઉખીમઠથી કેદારનાથ જવા રવાના થાય છે

ગઈ કાલે ઉખીમઠથી બાબા કેદારનાથની પંચમુખી ડોલી નીકળી ત્યારે ભેગા થયેલા ભક્તો.

બાબા કેદારનાથની પંચમુખી ડોલી ગઈ કાલે શીતકાલીન ગાદીસ્થળ ઉખીમઠસ્થિત ઓમકારેશ્વર મંદિરથી વિધિવત્ પૂજા-અર્ચના બાદ કેદારનાથધામ તરફ જવા રવાના થઈ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે વાતાવરણ જય બાબા કેદાર અને કેદારનાથના જય-જયકારથી ગુંજી ઊઠ્યું હતું. આ પૌરાણિક પરંપરા સાથે જ કેદારનાથધામનાં કપાટ ખૂલવાની ઔપચારિક પ્રક્રિયાનો પણ આરંભ થઈ ચૂક્યો છે. આ ડોલી વિભિન્ન પડાવ પર રાત્રિ-વિશ્રામ કરીને પહેલી મેએ કેદારનાથ પહોંચશે. બાબા કેદારની ડોલી શિયાળાના છ મહિના ઉખીમઠમાં વિશ્રામ કરે છે અને પછી કપાટ ખૂલતાં પહેલાં ઉખીમઠથી કેદારનાથ જવા રવાના થાય છે. બીજી મેએ સવારે સાત વાગ્યે કેદારનાથધામનાં કપાટ ભક્તો માટે ખોલવામાં આવશે.

અખાત્રીજ પર બાળવિવાહ ન કરતા

અક્ષયતૃતીયા આવી રહી છે ત્યારે ગઈ કાલે રાજસ્થાનના બિકાનેરમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ બાળવિવાહના વિરોધમાં અવેરનેસ ફેલાવી હતી. રાજસ્થાનમાં ઘણે ઠેકાણે અખાત્રીજના અતિશુભ મુરતમાં બાળવિવાહ યોજાતા હોય છે.

national news kedarnath char dham yatra religious places