04 June, 2023 09:23 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
ભૂતપૂર્વ રેલવેપ્રધાને આ અકસ્માત કાવતરું હોવાની શક્યતા વ્યક્ત કરી
ભૂતપૂર્વ રેલવેપ્રધાન અને બીજેપીના લીડર દિનેશ ત્રિવેદીએ ગઈ કાલે ઓડિશા ટ્રિપલ ટ્રેન-અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું હતું. આ હોનારત એક કાવતરું હોઈ શકે છે એવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઘટનાનો ટાઇમિંગ કમાલનો છે. સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. આ મામલે ઍનૅલિસિસ કરવું જોઈએ. આ ભયાનક અકસ્માત છે. હું ઇચ્છું છું કે આ દુર્ઘટનાની તપાસ કરનારી કમિટી કોઈ પણ બાબતની ઉપેક્ષા ન કરે.’