કાશ્મીરમાં મળી આવ્યા ટિફિન-બૉમ્બ આતંકવાદીઓનું મોટું ષડ્યંત્ર સેનાએ કર્યું નિષ્ફળ

06 May, 2025 03:19 PM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

સુરક્ષાદળોએ પાંચ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), ત્રણ IED ટિફિન-બૉક્સ, બે સ્ટીલની ડોલ, ગૅસ-સિલિન્ડર, બે રેડિયો સેટ, દૂરબીન, વાયરલેસ સેટ સહિતની સામગ્રી મળી આવી છે.

કાશ્મીરમાં મળી આવ્યા ટિફિન-બૉમ્બ આતંકવાદીઓનું મોટું ષડ્યંત્ર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓનું મોટું ષડ્યંત્ર નિષ્ફળ કર્યું છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત સર્ચ-ઑપરેશનમાં સોમવારે પૂંછ જિલ્લાના સૂરનકોટના જંગલમાં મરહોટ વિસ્તારમાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ થયો છે. સુરક્ષાદળોએ પાંચ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED), ત્રણ IED ટિફિન-બૉક્સ, બે સ્ટીલની ડોલ, ગૅસ-સિલિન્ડર, બે રેડિયો સેટ, દૂરબીન, વાયરલેસ સેટ સહિતની સામગ્રી મળી આવી છે.

ત્યાર બાદ સુરક્ષાદળોએ વિડિયો સર્વેલન્સ અને ડ્રોન મારફત આતંકવાદીઓની શોધખોળ આદરી હતી. આમ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં મોટા પાયે સર્ચ-ઑપરેશન હાથ ધર્યું છે જે હેઠળ આતંકવાદી હુમલાના ૧૬ દિવસ બાદ ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. 

jammu and kashmir terror attack Pahalgam Terror Attack kashmir indian army national news news