`આ મુઘલ-એ-આઝમનો યુગ નથી` અનુષ્કાના ભાઈ ખુલ્લેઆમ તેજ પ્રતાપના સમર્થનમાં આવ્યા

28 May, 2025 06:54 AM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

Tej Pratap Yadav controversy: તેજ પ્રતાપ યાદવે પોતાના ફેસબુક પેજ પર અનુષ્કા યાદવ સાથેના 12 વર્ષ જૂના સંબંધો વિશે પોસ્ટ કર્યા બાદ, અનુષ્કા યાદવના ભાઈ અને RLJP વિદ્યાર્થી પ્રમુખ આકાશ યાદવે તેજ પ્રતાપના ખુલ્લેઆમ સમર્થનમાં બહાર આવ્યા છે.

તેજ પ્રતાપ યાદવ અને તેની ગર્લફ્રેન્ડ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

Tej Pratap Yadav Controversy: તેજ પ્રતાપ યાદવે પોતાના ફેસબુક પેજ પર અનુષ્કા યાદવ સાથેના 12 વર્ષ જૂના સંબંધો વિશે પોસ્ટ કર્યા બાદ, અનુષ્કા યાદવના ભાઈ અને RLJP વિદ્યાર્થી પ્રમુખ આકાશ યાદવે તેજ પ્રતાપના ખુલ્લેઆમ સમર્થનમાં બહાર આવ્યા છે, જેમને પરિવાર અને RJDમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આકાશે કહ્યું કે અનુષ્કા મારી નાની બહેન છે અને તે પુખ્ત વયની છે, તેથી તે મીડિયામાં બે પુખ્ત વયના લોકોના અંગત સંબંધો વિશે વાત કરશે નહીં. તેમણે કહ્યું કે લાલુ યાદવના પરિવારને વિનંતી છે કે તેઓ બે પરિવારોની ગરિમા, સન્માન અને આદરની જે રીતે હરાજી થઈ રહી છે તેને રોકવા માટે પહેલ કરે. એક સમયે આરજેડીમાં તેજ પ્રતાપની નજીક રહેતો આકાશ હવે પશુપતિ પારસની પાર્ટીમાં છે.

Tej Pratap Yadav Controversy: આકાશ યાદવે કહ્યું- “હું લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને સમગ્ર પરિવારને વિનંતી કરું છું કે જે રીતે બે પરિવારોના માન, સન્માન અને ગરિમાની હરાજી થઈ રહી છે તેને રોકવા માટે પહેલ કરે. ઉતાવળમાં ઘરમાંથી કે પાર્ટીમાંથી કાઢી મૂકવું, આ મુઘલ-એ-આઝમનો યુગ નથી, આ બંધારણ અને લોકશાહીનો યુગ છે. તેજ પ્રતાપ યાદવ તેમના મક્કમ પગલાં અને નિર્ણયો માટે જાણીતા છે. કદાચ હજી સુધી કોઈને તેમનું સાચું સ્વરૂપ ખબર નથી. અમે જોયું છે કે તેઓ કેવી રીતે પોતાના શબ્દો પર અડગ રહે છે.”

Tej Pratap Yadav Controversy: આકાશ યાદવે કહ્યું કે ગમે તેટલા અંગત મુદ્દાઓ હોય, તેનું નિરાકરણ આવે, આ તેમની મહાકાલને પ્રાર્થના છે. ફક્ત ફેસબુક પોસ્ટના કારણે કોઈને ઘરમાંથી અને પાર્ટીમાંથી કાઢી મૂકવું યોગ્ય નથી. સાથે બેસીને મામલો ઉકેલી શકાયો હોત. આકાશ યાદવે કહ્યું કે જ્યારે હું તેમનું ઘર જોઉં છું ત્યારે મને સૂર્યવંશમ ફિલ્મ યાદ આવે છે અને જ્યારે હું મારું ઘર જોઉં છું ત્યારે મને મુઘલ-એ-આઝમ ફિલ્મ યાદ આવે છે. આકાશે કહ્યું કે લાલુ યાદવે પહેલ કરવી જોઈએ અને આ મામલો બંધ કરવો જોઈએ નહીંતર આ લડાઈ ખૂબ આગળ વધશે.

અનુષ્કા અને તેજ પ્રતાપનો ફોટો વાયરલ થયા બાદ લાલુ યાદવે તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા અને પરિવારમાંથી પણ કાઢી મૂક્યા. તેજ પ્રતાપ યાદવના ફેસબુક એકાઉન્ટ પરથી એક પોસ્ટમાં અનુષ્કા સાથેનો ફોટો હતો અને તેમાં તેમના 12 વર્ષના સંબંધ અને પ્રેમનો ઉલ્લેખ હતો.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ લાલુ પ્રસાદ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને ૬ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે અને પરિવારથી પણ દૂર કરી દીધો છે. લાલુ પ્રસાદ યાદવે આ જાહેરાત કરી હતી. તેજ પ્રતાપ યાદવે શનિવારે પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવ સાથેનો એક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે હું તેની સાથે ૧૨ વર્ષથી રિલેશનશિપમાં છું. બાદમાં તેજ પ્રતાપે પોતાની આ પોસ્ટ ઘણી વખત સુધારી અને પછી કહ્યું કે મારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ હૅક થઈ ગયું છે.

lalu prasad yadav bihar indian politics political news dirty politics social media facebook national news news