રાજદ્રોહ કાયદા મામલે કેન્દ્રની સલાહને ફગાવાઈ, સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચ કરશે સુનાવણી

13 September, 2023 10:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કોર્ટે કહ્યું કે નવો કાયદો આવવાથી આઇપીસીની કલમ ૧૨૪-એ અંતર્ગત થયેલા જૂના કેસો ખતમ નહીં થાય, એથી આ કલમની સુનાવણી જરૂરી છે

ફાઇલ તસવીર

રાજદ્રોહના કાયદાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની પાંચ કે સાત જજોની બંધારણીય પીઠ સુનાવણી કરશે, જેમાં કોણ જજ હશે એનો નિર્ણય ચીફ જસ્ટિસ કરશે. આ પીઠ ૧૯૬૨ના કેદારનાથ સિંહ વિરુદ્ધ બિહાર સરકારના નિર્ણયની સમીક્ષા કરશે, જેમાં આઇપીસીની કલમ ૧૨૪-એને યોગ્ય ગણાવવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકાર નવા આઇપીસી પૅનલની જોગવાઈનો અમલ મૂકવાનો પ્રયાસ કરી રહી છે. વળી ખરડો સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવ્યો છે. એને જોતાં નવા કાયદાને પાસ થવા સુધી રાહ જોવા માટે કોર્ટને વિનંતી કરી હતી. જોકે કોર્ટ આ વાતથી સંમત નહોતી. કોર્ટે કહ્યું કે નવો કાયદો આવવાથી આઇપીસીની કલમ ૧૨૪-એ અંતર્ગત થયેલા જૂના કેસો ખતમ નહીં થાય, એથી આ કલમની સુનાવણી જરૂરી છે.

સરકાર અને દેશ અલગ
૧૯૬૨નો ચુકાદો પણ પાંચ જજોની પીઠે આપ્યો હતો. એથી પાંચ કે એથી વધુ જજોની પીઠે આ મામલે વિચાર કરવો જોઈએ. બંધારણની કલમ ૧૯(૨) અંતર્ગત અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમા નક્કી કરવામાં આવી છે, જેમાં દેશ સામેના સ્ટેટમેન્ટને સંરક્ષણ આપવામાં આવ્યું નથી, પરંતુ કલમ ૧૨૪-એમાં ચૂંટણી દ્વારા રચાયેલી સરકારના લોકો સામેના સ્ટેટમેન્ટને પણ ગુનો ગણવામાં આવ્યો છે, એથી આ અંતરની વ્યાખ્યા જરૂરી  છે.

શું છે રાજદ્રોહ કાયદો?
આઇપીસીની કલમ ૧૨૪-એ મુજબ એટલે રાજદ્રોહ. જો કોઈ પોતાના ભાષણ કે લેખ પછી અન્ય કોઈ પ્રકારે સરકાર સામે નફરત પેદા કરવાનો પ્રયાસ કરે તો એને ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. કેટલાક કેસમાં તો આ સજા આજીવન કેદ સુધીની છે. એથી સરકારનો અર્થ ચૂંટાયેલી સરકારથી છે, નહીં કે સત્તામાં બેઠેલો પક્ષ કે નેતા સાથે છે, એ સ્પષ્ટતા જરૂરી છે. 

supreme court indian government national news