૨૬ સપ્તાહના ગર્ભને પાડવાની ગર્ભવતીને ન મળી મંજૂરી

17 October, 2023 10:35 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મમ્મી માનસિક રીતે બીમાર હોય તો બાળકને સરકારને સોંપી શકે છે

પ્રતીકાત્મક તસવીર

સુપ્રીમ કોર્ટે સોમવારે એક પરિણીત મહિલા, જે બે બાળકોની માતા છે, તેને ૨૬ અઠવાડિયાંથી વધુની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે ગર્ભ સ્વસ્થ હતો અને એઇમ્સના મેડિકલ બોર્ડને એમાં કોઈ અસામાન્યતા મળી નહોતી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું હતું કે ‘ગર્ભાવસ્થાનો સમય ૨૬ અઠવાડિયાંને વટાવી ગયો છે, જે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી-એમટીપીને મંજૂરી આપવાની મર્યાદા છે અને તેથી એને મંજૂરી આપી શકાતી નથી.’

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ‘ગર્ભ ૨૬ અઠવાડિયાં અને ૫ દિવસનો હોય માતાને તાત્કાલિક કોઈ ખતરો નથી. એમાં ગર્ભની કોઈ અસામાન્યતા પણ નહોતી.’

૨૭ વર્ષની  બે બાળકોની માતા જે બીજા બાળકના જન્મ બાદ પોસ્ટપાર્ટમ સાયકોસિસથી પીડાઈ રહી હતી તેને એઇમ્સમાં ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપતા સર્વોચ્ચ અદાલતના ૯ ઑક્ટોબરના આદેશને યાદ કરતાં કેન્દ્રની અરજી પર બેન્ચ દલીલો સાંભળી રહી હતી.

supreme court national news