04 November, 2025 12:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પૉર્નોગ્રાફિક વિડિયો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ઇનકાર કર્યો હતો. કોર્ટે સપ્ટેમ્બરમાં નેપાલમાં જેન-ઝી વિરોધનો ઉલ્લેખ કર્યો હતો અને ૪ અઠવાડિયાં બાદ સુનાવણી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
આ મુદ્દે કોર્ટે કહ્યું હતું કે નેપાલમાં સોશ્યલ મીડિયા ઍપ્લિકેશન્સ પર પ્રતિબંધ પછી શું થયું એ જુઓ. ચીફ જસ્ટિસ બી. આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે પૉર્નોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી પર ૪ અઠવાડિયાં પછી સુનાવણી કરવામાં આવશે.
એ નોંધવું જોઈએ કે ચીફ જસ્ટિસ ગવઈ આગામી સુનાવણી પહેલાં ૨૩ નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે.
આ અરજીમાં કેન્દ્ર સરકારને પૉર્નોગ્રાફિક સામગ્રી પર પ્રતિબંધ મૂકવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડવા અને આ સામગ્રી બાળકો સુધી પહોંચતી અટકાવવા માટે જરૂરી પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી.