Video : ...અને ધ્રૂસકે ધ્રૂસકે રડવા માંડ્યો દેશનો મહાઠગ સુકેશ ચંદ્રશેખર

23 February, 2023 06:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હીના મંડોલી જેલમાં બંધ દેશનો મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે જેલર દીપક શર્મા અને જયસિંહની સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો છે. એકવાર માટે જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ એ જ મહાઠગ છે, જે મોટા-મોટા લોકોને ઠગી ચૂક્યો છે..

સુકેશ ચંદ્રશેખર (ફાઈલ તસવીર)

દિલ્હીના (Delhi) મંડોલી જેલમાં બંધ દેશનો મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે જેલર દીપક શર્મા અને જયસિંહની સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડી રહ્યો છે. એકવાર માટે જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ એ જ મહાઠગ છે, જે મોટા-મોટા લોકોને ઠગી ચૂક્યો છે અને કરોડોના ગિફ્ટ વહેંચ્યા કરતો હતો.

મહાઠગ સુકેશ ચંદ્રશેખર આ સમયે દિલ્હીના મંડોલી જેલમાં બંધ છે. હંમેશાં લગ્ઝરી વસ્તુઓનો શોખ રાખનારા સુકેશની જેલવાળી કોઠીમાં પોલીસે આજે સવારે દરોડા પાડ્યા. દરોડા દરમિયાન લગ્ઝરી સામાન મળ્યો છે. સુકેશ પાસે ગૂચીના દોઢ લાખના ચપ્પલ અને 80 હજાર રૂપિયાની બે જીન્સ પણ મળી છે. સેલમાં જેલર દીપક શર્મા અને જયસિંહ સિવાય CRPFના જવાનોએ પણ પાડ્યા દરોડા. પોતાના સેલમાં એકાએક દરોડા પાડવા આવેલા ઑફિસરોને જોઈ સુકેશ દંગ રહી ગયો. પછીથી તે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા માંડ્યો. સુકેશ ચંદ્રશેખરની જેલના સેલમાંથી લગ્ઝરી સામાન મળવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેના પર જેલ પ્રશાસને કાર્યવાહીની વાત કહી છે.

સુકેશના સેલમાંથી શું-શું મળ્યુ?
પોલીસ પ્રશાસનને સુકેશના સેલમાંથી દોઢ લાખ રૂપિયાના ગુચીના ચપ્પલ અને મોંઘા જીન્સ મળ્યા છે. પોતાના સેલમાં દરોડા પડ્યા બાદ સુકેશ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા માંડ્યો. પોલીસ અધિકારીઓ અને સીઆપીએફને સેલમાંથી જે લગ્ઝરી સામાન મળ્યો છે, તેને જોઈને તે લોકો પણ દંગ છે. જેલ અધિકારીએ કહ્યું કે જેલ પ્રાધિકરણ આની તપાસ કરશે અને તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરશે જેણે કૉનમેન સુકેશ ચંદ્રશેખરની સીસીટીવી ફૂટેજ લીક કરી છે.

જેક્લીન અને નોરાને પણ આપી મોંઘી ભેટ
મંડોલી જેલ પહેલા સુકેશ દિલ્હીની તિહાડ જેલમાં રાખવામાં આવ્યો હતો. તિહાડને તેણે અય્યાશીનો અડ્ડો બનાવી લીધો હતો. ત્યાં તેને મળવા બૉલિવૂડ અને ટેલીવિઝનની તમામ એક્ટ્રેસ પહોંચતી હતી. બૉલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી અને જેક્લીન ફર્નાન્ડિઝ સાથે પણ સુકેશના સારા સંબંધો હતો. આથી ઈડીએ બન્ને એક્ટ્રેસને પણ પૂછપરછ માટે બોલાવી હતી. સુકેશ જેક્લીન અને નોરાને મોંઘીદાટ ભેટ પણ આપ્યા કરતો હતો.

દિલ્હી પોલીસે સુકેશ ચંદ્રશેખરની 200 કરોડ રૂપિયાની ઠગી અને દગાખોરી મામલે ધરપકડ કરી હતી. તેને તિહાડ જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. પણ તિહાડ જેલમાં સુકેશે અધિકારીઓને લાંચ આપીને અય્યાશીનો અડ્ડો બનાવડાવી લીધો હતો. તેને તમામ એક્ટ્રેસ જેલમાં મળવા જતી હતી.

મહાઠગે જેલમાં બેસીને માત્ર ઠગી નથી કરી પણ તેણે અનેક બૉલિવૂડ બાલાઓ સાથે નવા સંબંધો પણ બનાવ્યા. દિલ્હી પોલીસની આર્થિક ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં જ સુકેશ વિરુદ્ધ 134 પાનાંની ત્રીજી સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં તમામ ખુલાસા કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : `ફોર મોર શૉટ્સ પ્લીઝ`ની અભિનેત્રી માનવી ગાગરૂએ કોની સાથે કર્યા લગ્ન? જુઓ

દિલ્હી પોલીસની આર્થિક ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ કરી હતી. EOW પ્રમાણે, જેલની અંદરનો બધો સ્ટાફ સંપૂર્ણ રીતે વેચાયેલો હતો. ઉપરથી નીચે સુધી દરેકને સુકેશ પૈસા આપતો હતો. તે પણ એક મહિનાના એક કરોડ. ચાર્જશીટ પ્રમાણે સુકેશ પાસે જેલમાં પણ આખું વર્ષ મોબાઈલ ફોન હતો. આઈફોન 12 પ્રો અને આઈફોન 11. આ મોબાઈલ નંબર પરથી તે જેલમાં બેસીને બહારના લોકોને ચૂનો લગાડતો હતો. તેમની પાસેથી પૈસા લૂંટતો. વર્ષમાં ખાલી જેલમાં બંધ રહીને પણ બિઝનેસમેનની પત્ની પાસેથી તેણે લગભગ 200 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. અનેકવાર તો પૈસા લેવા માટે જેલના સ્ટાફને તેમની જ ગાડીમાં મોકલી દેતો હતો.

national news Crime News delhi police new delhi delhi news sukesh chandrashekhar