ISROની નોકરી છોડીને પોતાની કંપની શરૂ કરનારા બે મિત્રોની કમાલ

19 July, 2026 09:36 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીએ પોતે બનાવેલા ભારતના પ્રથમ પ્રાઇવેટ ઑર્બિટલ રૉકેટનું લૉન્ચિંગ સફળ

ગઈ કાલે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી લૉન્ચ કરવામાં આવેલું ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઑર્બિટલ રૉકેટ.

હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ ઍરોસ્પેસે ગઈ કાલે ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઑર્બિટલ રૉકેટ વિક્રમ-1 લૉન્ચ કર્યું હતું. આ પરીક્ષણ પહેલા જ પ્રયાસમાં સફળ રહ્યું હતું. સ્કાયરૂટ ઍરોસ્પેસે 
વિક્રમ-1 બનાવ્યું અને પોતે લૉન્ચ કર્યું હતું. ફક્ત લૉન્ચપૅડ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRF)ની માલિકીનું હતું. જ્યારે કોઈ રૉકેટ પૃથ્વીની સતત પરિક્રમા કરવા માટે પૂરતી ગતિએ પહોંચે છે ત્યારે એને ઑર્બિટલ રૉકેટ કહેવામાં આવે છે. આ ગતિ આશરે ૨૮,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાક છે.

સ્કાયરૂટ ઍરોસ્પેસની સ્થાપના ૨૦૧૮માં બે મિત્રો પવન કુમાર ચંદના અને નાગા ભરત ડાકા દ્વારા કરવામાં આવી હતી. તેઓ ISROમાં કામ કરતા હતા અને પોતાની કંપની બનાવવા માટે તેમણે નોકરી છોડી દીધી હતી.

national news india hyderabad indian space research organisation sriharikota