બુધવારે સંસદના પરિસરમાં દાદરા પરથી પડી ગયા શશી થરૂર, ગઈ કાલે મોજથી વ્હીલચૅરમાં દેખાયા

06 February, 2026 09:02 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

જાતે જ આ ઘટનાનો વિડિયો પોતાના સોશ્યલ મીડિયા પરથી શૅર કરીને લખ્યું, ‘જિસ દિયે કો તૂફાં મેં જલના હોગા, ઉસે સંભલ-સંભલ કે ચલના હોગા, મૈં ઠીક હૂં’

શશી થરૂર

બુધવારે સંસદના પરિસરમાં દાદરા ઊતરતી વખતે કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂર દાદરા ચૂકી જતાં ફસડાઈને નીચે પડ્યા હતા. એ વખતે તેમની આજુબાજુમાં રહેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને અન્ય સંસદસભ્યોએ તેમ જ સ્ટાફે મદદ કરીને તેમને ઊભા કર્યા હતા. ગનીમત એ રહી કે શશી થરૂરને બહુ ગંભીર ઈજા નથી થઈ. ગઈ કાલે તેઓ વ્હીલચૅરમાં બેસીને સંસદમાં પહોંચ્યા હતા અને તેમણે પોતાની પડી જવાની ઘટનાને હળવાશથી લઈ આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પરથી શૅર કરીને લખ્યું, ‘જિસ દિયે કો તૂફાં મેં જલના હોગા, ઉસે સંભલ-સંભલ કે ચલના હોગા, મૈં ઠીક હૂં.’

national news india shashi tharoor Lok Sabha indian government congress