સિખ રમખાણો હુઆ તો હુઆ કમૅન્ટ બદલ સૅમ પિત્રોડાએ માફી માગી

11 May, 2019 08:12 AM IST  |  દિલ્હી

સિખ રમખાણો હુઆ તો હુઆ કમૅન્ટ બદલ સૅમ પિત્રોડાએ માફી માગી

સેમ પિત્રોડા (File Photo)

કૉન્ગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના સલાહકાર સૅમ પિત્રોડાએ ૧૯૮૪નાં રમખાણ પર આપેલા નિવેદનને લઈને શુક્રવારે સ્પક્ટતા કરી છે. પિત્રોડાએ ટ્વીટ કર્યું કે એ સમયે સિખ ભાઈઓ અને બહેનોને થયેલી તકલીફનો અનુભવ કરું છું. બીજેપીએ મારા ઇન્ટરવ્યુના ત્રણ શબ્દોને જુદી રીતે રજૂ કર્યા છે. તેઓ આપણી વચ્ચે ફૂટ પડાવીને પોતાની નિષ્ફળતાને છુપાવવા માગે છે.

આમ ટ્વિટર દ્વારા ખેદ વ્યક્ત કરીને ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલા સિખ રમખાણો અંગે હુઆ તો હુઆ જેવું બેજવાબદાર નિવેદન કરવા બદલ પિત્રોડાએ માફી માગી લીધી હતી.

પિત્રોડાએ એમ પણ કહ્યું કે રાજીવ અને રાહુલ ગાંધી ક્યારેય કોઈ સંપ્રદાયને નિશાન ન બનાવી શકે. બીજેપી જુઠ્ઠાણાંનો સહારો લઈને કૉન્ગ્રેસના નેતાઓને નિશાન બનાવી રહી છે, કેમ કે તેઓ પાંચ વર્ષના પોતાના પ્રદર્શન પર વાત ન કરી શકે. ભારતમાં અનેક નોકરીઓ, વિકાસ અને સમૃદ્ધતા લાવવા માટે તેમની પાસે કોઈ જ દૃષ્ટિ નથી.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા બાદસટ્ટાબજારના મતે BJPનો ઘોડો વિનમાં

પિત્રોડાએ ગુરુવારે કહ્યું હતું કે હવે ૮૪નું શું? તમે પાંચ વર્ષમાં શું કર્યું એની વાત કરો. ૧૯૮૪માં જે થયું એ થયું. મોદીએ ગુરુવારે દિલ્હીમાં રૅલી કરી હતી અને કહ્યું હતું કે કૉન્ગ્રેસ આજકાલ અચાનક ન્યાયની વાત કરવા લાગી છે. કૉન્ગ્રેસને જણાવવું જોઈએ કે ૧૯૮૪નાં રમખાણોનો હિસાબ કોણ આપશે?

national news congress Election 2019