દેશની બધી જ ભાષાઓ‌‌ની જનની એવી સંસ્કૃત ભાષાને રાજ્યાશ્રય આપવામાં આવે: મોહન ભાગવત

03 August, 2025 06:56 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલક મોહન ભાગવતે ગઈ કાલે નાગપુરમાં આયોજીત કરાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જા આપણે આત્મનિર્ભર થવું હોય, અને આપણી પ્રાચીન પરંપરાને જાણવી હોય તો દેશની બધી જ ભાષાઓ જેમાંથી ઉતરી આવી છે.

મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘ સંચાલક મોહન ભાગવતે ગઈ કાલે નાગપુરમાં આયોજીત કરાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જા આપણે આત્મનિર્ભર થવું હોય, અને આપણી પ્રાચીન પરંપરાને જાણવી હોય તો દેશની બધી જ ભાષાઓ જેમાંથી ઉતરી આવી છે એ સંસ્કૃત ભાષાનો પ્રચાર પ્રસાર થવો જોઈએ અને લોકોએ એ શિખવી જોઈએ. સંસ્કૃતને રાજઆશ્રય આપવો જોઈએ. જો એ રોજ બરોજની ભાષામાં બોલચાલની ભાષામાં વપરાવા માંડે તો ભાષા પણ સમૃદ્ધ થશે અને વિકાસ થશે.’

mohan bhagwat rashtriya swayamsevak sangh new delhi delhi news national news news