કુરુક્ષેત્રમાં વકીલના ઘરે ૩.૧૫ કરોડની લૂંટ: માર્ચમાં નિષ્ફળ ગયેલા લૂંટારાઓ ફરી ત્રાટક્યા

09 August, 2026 01:53 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

આ ગુનાની સૌથી ચોંકાવનારી કડી એ છે કે આરોપીઓએ દંપતીને જણાવ્યું હતું કે તેઓ ગત ૨૦ માર્ચના રોજ પણ આ ઘરમાં ૫૦ લાખની ચોરી કરવા આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુવારે રાત્રે ચાર બુકાનીધારી લૂંટારાઓએ સિનિયર ઍડવોકેટ બલવંત સિંહ વાલિયાના ઘરમાં ઘૂસીને બંદૂકની અણીએ ૩.૧૫ કરોડ રૂપિયાની સનસનીખેજ લૂંટ ચલાવી હતી. અહેવાલ મુજબ વકીલ ઘરે પાછા ફર્યા ત્યારે પત્નીના હાથ-પગ બાંધેલા હતા. આ ગુનાની સૌથી ચોંકાવનારી કડી એ છે કે આરોપીઓએ દંપતીને જણાવ્યું હતું કે તેઓ ગત ૨૦ માર્ચના રોજ પણ આ ઘરમાં ૫૦ લાખની ચોરી કરવા આવ્યા હતા. જોકે ત્યારે ડિજિટલ લૉકર ન ખૂલતાં તેઓ નિષ્ફળ ગયા હતા. આ વખતે તેમણે બળજબરીથી લૉકર ખોલાવતાં કહ્યું કે ગઈ વખતે તમે બચી ગયા હતા પરંતુ આ વખતે છોડીશું નહી. વીસેક લાખ રૂપિયા રોકડા, બે કિલો સોનું અને ચાર કિલો ચાંદી તેમણે લૂંટી હતી. જતાં પહેલાં આરોપીઓ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા તોડીને ડિજિટલ વિડિયો રેકૉર્ડર (DVR) લઈ ગયા હતા.

national news india haryana Crime News