19 February, 2025 07:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આને કહેવાય ફરજપરસ્તી
શનિવારે રાત્રે દિલ્હી રેલવે-સ્ટેશન પર મચેલી નાસભાગ બાદ રવિવારે રેલવે પોલીસ ફોર્સ (RPF)ની રીના નામની એક મહિલા ઑફિસર પ્લૅટફૉર્મ-નંબર ૧૬ પર ડ્યુટીમાં તહેનાત હતી અને ભીડને નિયંત્રિત કરતી વખતે તેની સાથે બેબી કૅરિયરમાં તેનું એક વર્ષનું બાળક પણ હતું. એક તરફ માતૃત્વનો પોકાર હતો અને બીજી તરફ ફરજ પ્રત્યેની જવાબદારી હતી. આ બેઉ ડ્યુટી આ મહિલા ઑફિસરે બખૂબી નિભાવી હતી. તે સિટી વગાડીને લોકોને કઈ તરફ જવું એની સૂચના આપતી હતી. લોકોએ તેની આ માટે પ્રશંસા કરી હતી.