10 July, 2024 12:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પતંજલિ આયુર્વેદ લિમિટેડે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ‘અમે રદ કરવામાં આવેલી ૧૪ પ્રોડક્ટનું વેચાણ અટકાવી દીધું છે. અમે અમારા ૫૬૦૬ ફ્રૅન્ચાઇઝી સ્ટોર્સમાં પણ આ ઉત્પાદનો પાછાં ખેંચી લેવાની સૂચના આપી છે. મીડિયા-પ્લૅટફૉર્મ્સને પણ આ ઉત્પાદનોની જાહેરાત પાછી ખેંચી લેવા સૂચના અપાઈ છે.’
ઉત્તરાખંડ રાજ્યની લાઇસન્સિંગ ઑથોરિટીએ એપ્રિલ મહિનામાં આ ૧૪ ઉત્પાદનોનાં લાઇસન્સ તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે રદ કર્યાં હતાં.
આ મુદ્દે કોર્ટે પતંજલિ આયુર્વેદને જણાવ્યું છે કે તેમણે બે અઠવાડિયાંમાં ઍફિડેવિટ દ્વારા જાણકારી આપવાની રહેશે કે જાહેરાતો દૂર કરવા માટે સોશ્યલ મીડિયા ઇન્ટરમીડિએટર્સને કરવામાં આવેલી વિનંતી પૂરી થઈ છે કે નહીં.