ખેલ રત્ન એવોર્ડનું નામ બદલાયું; જાણો હવે કોના નામે અપાશે એવોર્ડ

06 August, 2021 07:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતના સર્વોચ્ચ રમત સન્માન માનતા ખેલ રત્ન એવોર્ડ જેનું નામ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામ પર હતું. તેને હવે હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદનું નામ આપવામાં આવે છે.

ધ્યાન ચંદ. ફોટો/મિડ-ડે

ભારતના સર્વોચ્ચ રમત સન્માન માનતા ખેલ રત્ન એવોર્ડ જેનું નામ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના નામ પર હતું. તેને હવે હોકીના મહાન ખેલાડી ધ્યાનચંદનું નામ આપવામાં આવે છે. હકીકતે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિકમાં પુરુષ અને મહિલા બંને હોકી ટીમોના પ્રશંસનીય પ્રદર્શનને પગલે આ નિર્ણય લેવાયો છે. આ જાહેરાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને ભારતભરના નાગરિકો તરફથી ખેલ રત્ન એવોર્ડ મેજર ધ્યાનચંદના નામે કરવા માટે ઘણી વિનંતીઓ મળી હતી.

વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે “લોકોની ભાવનાનું સન્માન કરતા, ખેલ રત્ન એવોર્ડ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાશે! મેજર ધ્યાનચંદ ભારતના અગ્રણી ખેલાડીઓ પૈકીના એક હતા.” તેમણે ઉમેર્યું હતું કે ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રયાસથી આખો દેશ અભિભૂત છે. વિશેષરૂપે આપણાં દીકરા-દિકરીઓએ હોકીમાં બતાવેલ ઇચ્છાશક્તિ, વિજય તરફ દર્શાવવામાં આવેલ ઉત્સાહ, વર્તમાન અને ભાવિ પેઢી માટે મોટી પ્રેરણા છે.”

ઉલ્લેખનીય છે કે આ જીત આવનારા સમય માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડમાં 25 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવે છે.

maharashtra narendra modi