`આ મારુ રોજનું કામ છે`: બાઇક સવારને કાર વડે ટક્કર મારી યુટ્યુબરે કહ્યું આવું, વીડિયો વાયરલ

31 August, 2024 03:15 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Rajat Dalal Viral Video: આ વીડિયો રજતના મિત્ર કાર્તિક છાબડાએ બનાવ્યો છે જે કારની પાછળની સીટ પર બેસીને શોરૂમ કારની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યો હતો.

રજત દલાલનો ડ્રાઇવિંગ કરતો વીડિયો અને રજત દલાલ (તસવીર: સોશિયલ મીડિયા)

યુટ્યુબર રજત દલાલનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા (Rajat Dalal Viral Video) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરવા માટે એક્શનમાં આવી છે. પોલીસે આરોપી રજત દલાલનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા માટે પલગા લઈ લીધા છે. પોલીસે આ અંગે એસડીએમને પત્ર લખીને રજત દલાલને નોટિસ આપવા પોલીસ ચાવલા કોલોની પહોંચી હતી, પણ તેમને રજતના ઘરે કોઈ મળ્યું નહીં. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે યુટ્યુબર અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર રજત દલાલ દિલ્હી-આગ્રા હાઇવે પર 140ની સ્પીડથી કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન તેણે એક બાઇક સવારને ટક્કર મારી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કાર કંપનીની એક મહિલા કર્મચારી દલાલ સાથે આગળની સીટ પર બેઠી હતી. આ વીડિયો રજતના મિત્ર કાર્તિક છાબડાએ બનાવ્યો છે જે કારની પાછળની સીટ પર બેસીને શોરૂમ કારની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહ્યો હતો.

હવે આ મામલે ફરીદાબાદ પોલીસે FIR નોંધી છે. શુક્રવારે સાંજે, સરાય ખ્વાજા પોલીસ સ્ટેશનમાં બેદરકારીથી ડ્રાઇવિંગ અને અન્યના જીવને જોખમમાં મૂકવાની કલમ હેઠળ રજત દલાલ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાંથી જ પોલીસકર્મીની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. રજત દલાલ (Rajat Dalal Viral Video) તેની એસયુવીને ખૂબ જ ઝડપે ચલાવતા હોવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને પર વાયરલ થયો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેણે એક બાઇક સવારને પણ કાર સાથે ટક્કર મારી હતી. તેમજ વીડિયોમાં તે કહેતા પણ સંભળાય છે કે આ મારુ રોજનું કામ છે. ફરીદાબાદથી પસાર થતા દિલ્હી-આગ્રા હાઈવે પર કારની પાછળની સીટ પર બેઠેલા એક વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો છે. રજત દલાલ કાર ચલાવી રહ્યા છે અને તેમની બાજુની સીટ પર એક મહિલા બેઠી છે.

કારને હાઇ સ્પીડ દોડાવવા અંગે મહિલા રજતને કાર સ્લો ચલાવવાનું કહી રહી છે. આના પર રજત કહે છે કે તમે બેફિકર રહો. દરમિયાન, એક બાઇક સવાર કારની સાથે અથડાય છે. મહિલા ફરી કહે છે કે સાહેબ, તે પડી ગયો છે, આવું ના કરો. તેના પર દલાલ કહે છે કે તે પડી ગયો તેનાથી કોઈ ફરક પડતો નથી, આ તેનું રોજનું કામ છે, મેમ. વાયરલ વીડિયોમાં ફરીદાબાદ પોલીસને પણ ટેગ કરવામાં આવી હતી. જ્યારે ફરીદાબાદ (Rajat Dalal Viral Video) પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે આ વીડિયો ફેબ્રુઆરી 2024નો છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે માનવામાં આવે છે કે આ વીડિયો 25 ફેબ્રુઆરીનો હોઈ શકે છે.

social media viral videos road accident national news new delhi