આગામી ત્રણ દિવસ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અહીં પડશે વરસાદ

05 September, 2019 12:35 PM IST  |  મુંબઈ

આગામી ત્રણ દિવસ ગુજરાત-મહારાષ્ટ્ર સહિત અહીં પડશે વરસાદ

મુંબઈને વરસાદે ઘમરોળ્યું છે. સતત બે દિવસ પડેલા વરસાદને કારણે માયાનગરી મુંબઈ પાણી પાણી થઈ ગઈ. દરિયાકિનારે વસેલા શહેરમાં જ દરિયા જેવી સ્થિતિ સર્જાઈ. જો કે ગુરુવારે સવારથી મુંબઈમાં વરસાદે વિરામ લીધો છે, જેને કારણે પાણી ઓસર્યા છે, અને જીવન પાટે ચડ્યું છે. જો કે આગામી કેટલાક દિવસ હજી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી ચે. હવામાન વિભાગે ગુજરાત મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

આ આગાહી પ્રમાણે ગોવા, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડી શકે છે. તો આવનારા ત્રણ દિવસ સુધી રાજસ્થાન, ઉતરાખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

તારીખ પ્રમાણે આ છે આગાહી

6 સપ્ટેમ્બરે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘમહેર થઈ શકે છે. સાથે જ મધ્યપ્રદેશના પશ્ચિમ વિસ્તારોમાં, ઉત્તરાખંડમાં, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિસા, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, તેલગાંણામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

7 સપ્ટેમ્બરે પણ કેટલાક રાજ્યોમાં સતત વરસાદ પડશે. શનિવારે ગુજરાત, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, મધ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ Mumbai Rain: મુંબઈકર્સે મુશ્કેલી વચ્ચે મીમ્સની માણી મજા 

8 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારો, પૂર્વ મધ્યપ્રદેશ, ઓડીશા, અંદમાન નિકોબાર, ગુજરાત, મધ્ય મહરાષ્ટ્ર, કોંકણ, ગોવા, અસમ, મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે.

Gujarat Rains gujarat national news