રાહુલ ગાંધીને મળી નવું પાસપૉર્ટ બનાવવાની છૂટ, 3 વર્ષ માટે અપાઈ NOC

26 May, 2023 04:08 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાઉજ એવેન્યૂ કૉર્ટે આગામી ત્રણ વર્ષ માટે એનઓસી આપી છે. સંસદનું સભ્યપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ પોતાનું રાજનાયિક પાસપૉર્ટ સરેન્ડર કરી દીધું હતું.

રાહુલ ગાંધી (ફાઈલ તસવીર)

કૉંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને (Rahil Gandhi) રાઉજ એવેન્યૂ કૉર્ટ પાસેથી મોટી રાહત મળી છે, તેમને સ્પેશિયલ કૉર્ટે ફ્રેશ પાસપૉર્ટ બનાવવાની છૂટ આપી દીધી છે. તેમને મળેલી આ એનઓસી આગામી 3 વર્ષ માટે માન્ય રહેશે. હકિકતે તેમની સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ તેમણે પોતાનું રાજનૈતિક પાસપૉર્ટ સરેન્ડર કરી પોતાને માટે સામાન્ય પાસપોર્ટ બનાવવા માટે અરજી કરી હતી.

બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રાહુલ ગાંધીને પાસપૉર્ટ મામલે એનઓસી આપવા માટે એ કહેતા વિરોધ કર્યો હતો, નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી જામીન પર ચાલી રહ્યા છે અને આ કેસમાં ઘટનાની સંવેદનશીલતાને જોતાં તેમને પાસપૉર્ટ બનાવવા માટે એનઓસી ન આપવી જોઈએ.

કૉર્ટ રૂમમાં શું થયું?
રાહુલ ગાંધીને પાસપૉર્ટ આપવાના કેસની સુનાવણી માટે ડૉ. સુબ્રમણ્યમ સ્વામી અને રાહુલના વકીલ કૉર્ટ રૂમમાં પહોંચ્યા. રાહુલના પાસપૉર્ટ પર NOC આપવા મામલે રાઉજ એવેન્યૂ કૉર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. આ દરમિયાન સ્વામીએ કૉર્ટને કહ્યું, કોઈ સામાન્ય વ્યક્તિને તેનો પાસપૉર્ટ વધુમાં વધુ 10 વર્ષ માટે મળી શકે છે પણ આ સ્પેશિયલ કેસ છે.

આ પણ વાંચો : TMKOCના અસિત મોદીની વધશે મુશ્કેલી, જેનીફરે પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યુ નિવેદન

શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપૉર્ટ છે?
સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે 10 વર્ષ માટે પાસપૉર્ટ જાહેર કરવા માટે કોઈ પ્રભાવી કારણ નથી. તેમણે કહ્યું કે, મૂળ અધિકારોની જેમ જ પાસપૉર્ટ રાખવાનો અધિકાર પણ પૂર્ણ અધિકાર નથી. આ સિવાય સ્વામીએ કૉર્ટને જણાવ્યું હતું કે 2019માં રાહુલ ગાંધી સામે મંત્રાલયે એક પ્રશ્ન કર્યો હતો જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપૉર્ટ છે? પણ તેમણે આનો કોઈપણ તથ્યાત્મ જવાબ આપ્યો નહોતો.

સ્વામી પ્રમાણે ભારતના કાયદાનુસાર, જો કોઈ નાગરિક પાસે બીજા દેશની નાગરિકતા છે તો તેને ભારતીય નાગરિકતા મળી શકે નહીં.

national news rahul gandhi congress bharatiya janata party