01 January, 2024 08:21 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પંજાબની ઝાંખી એટલે કે ટૅબ્લોને સામેલ ન કરવા બાબતે હોબાળો મચ્યો છે ત્યારે હવે સંરક્ષણ મંત્રાલયે પોતાનો પક્ષ રાખ્યો છે. સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે સ્પષ્ટ કર્યું કે પંજાબની ઝાંખીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ કરવામાં આવી નહીં, કારણ કે આ વર્ષની ઝાંખીના વ્યાપક વિષય સાથે એ મેળ ખાતી નહોતી. એક્સપર્ટ્સ સમિતિની બેઠકના પહેલા રાઉન્ડમાં પંજાબની ઝાંખીના પ્રસ્તાવ પર વિચાર કરાયો હતો. જ્યારે ત્રીજા રાઉન્ડ બાદ આ વર્ષની ઝાંખીના વ્યાપક વિષયોને અનુરૂપ નહીં હોવાથી સમિતિ દ્વારા આ ઝાંખીને આગામી વિચાર માટે આગળ લઈ જવાઈ નહીં.
પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન મેદાને ઊતર્યા ત્યારે સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કરતાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે કહ્યું કે આ એક પ્રક્રિયા અનુસાર થાય છે. ભેદભાવના આરોપોને સંરક્ષણ મંત્રાલયે નકાર્યા છે.