બ્રિટનને રસી સામે નહીં વેક્સિનેશન સર્ટિફિકેટ સામે વાંધો, નવી ટ્રાવેલ ગાઈડલાઈન્સ કરી જાહેર

22 September, 2021 04:17 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારત સરકારના કડક વલણ બાદ બ્રિટને કોવિશિલ્ડને માન્યતા આપવાની બાબતે ઝૂકતું હોય તેવું લાગે છે.

પ્રતીકાત્મક તસવીર

ભારત સરકારના કડક વલણ બાદ બ્રિટને કોવિશિલ્ડને માન્યતા આપવાની બાબતે ઝૂકતું હોય તેવું લાગે છે. ભારતની બદલો લેવાના પગલાંની ચેતવણી પછી, બ્રિટને એવા લોકોની મુસાફરી નીતિને મંજૂરી આપી છે જેમણે ભારતમાં કોવિશિલ્ડ રસીના બંનો ડોઝ લીધા હોય, પરંતુ હવે રસીકરણ પ્રમાણપત્ર પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અમેરિકા અને વિશ્વના અન્ય તમામ દેશોએ કોવિડશિલ્ડ રસીકરણ મેળવનારા ભારતીયોને મુસાફરી કરવાની મંજૂરી પહેલેથી જ આપી દીધી છે.

બ્રિટિશ સરકારની તાજેતરની માર્ગદર્શિકામાં ભારતના વેક્સિન સર્ટિફિકેટને સમસ્યા તરીકે વર્ણવવામાં આવ્યું છે. તે ચાર લિસ્ટેડ રસીઓના ફોર્મ્યુલેશનનું વર્ણન કરે છે, જેમાં એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ, એસ્ટ્રાઝેનેકા વેક્સજેવેરિયા અને મોર્ડના ટાકેડાનો સમાવેશ માન્ય રસી તરીકે બતાવવામાં આવી છે.

બ્રિટને હવે નવી ટ્રાવેલ પોલિસી જાહેર કરી છે, જેમાં કોવિશિલ્ડને માન્ય રસીનો દરજ્જો આપ્યો છે, પરંતુ તેમણે કહ્યું કે  બંને રસીના ડોઝ સીધા હોવા છતાં પણ  ભારતીયોને ક્વોન્ટાઈ રહેવું પડશે. કારણ કે, તેમણે રસીકરણ પ્રમાણપત્ર અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. બ્રિટિશ સરકારની તાજેતરની માર્ગદર્શિકામાં ભારતના વેક્સિનેશન સર્ટિફિકેટને સમસ્યાનું વાસ્તવિક કારણ ગણાવ્યું છે. તે ચાર લિસ્ટેડ રસીઓના ફોર્મ્યુલેશનનું વર્ણન કરે છે, જેમાં એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ, એસ્ટ્રાઝેનેકા વેક્સજેવેરિયા અને મોર્ડના ટેકેડાને માન્ય રસી તરીકે બતાવવામાં આવી છે.

આ માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જે ભારતીયોને કોવિશિલ્ડના બે ડોઝ મળ્યા છે તેમને હજુ પણ ક્વોરન્ટાઈનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આનો અર્થ એ છે કે કોવિડશિલ્ડ કોઈ સમસ્યા નથી, પરંતુ બ્રિટનને સર્ટિફિકેટ અંગે શંકા છે. બ્રિટિશ સરકારે કહ્યું છે કે તે વેક્સિન સર્ટિફિકેટને લઈ ભારત સાથે વાતચીત કરી રહી છે.

બ્રિટનનું આ નવું વલણ વધારે ગુંચવાતું હોય તેવું લાગ છે, કારણ કે ભારતની એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ રસીને મંજૂરી ન આપવા બદલ વળતા જવાબ તરીકે કાર્યવાહીની ચેતવણી આપી છે. વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય નાગરિકોના બ્રિટિશ પ્રવાસ માટે કોવિશિલ્ડને માન્યતા ન આપવી એ ભેદભાવપૂર્ણ નીતિ છે.    

united kingdom covid vaccine covid19