જામિયા યુની.માં થયેલ હિંસા વિરૂદ્ધ પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

16 December, 2019 06:54 PM IST  |  New Delhi

જામિયા યુની.માં થયેલ હિંસા વિરૂદ્ધ પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા

પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા (PC : Twitter)

જામિયા યુનિવર્સિટીમાં વિરોધ કરી રહેલ વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ મેદાન પર આવ્યા છે. પ્રિયંકા ગાંધી દિલ્હીના ઇન્ડિયા ગેટ પર ધરણા પર બેઠા છે. વિદ્યાર્થીઓ પર પોલીસે કરેલ અત્યાચારનો પ્રિયંકા ગાંધી વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કેદિલ્હી પોલીસે તેમની સાથે હિંસા કરી છે. સાથે જ કેમ્પસમાં ટિયર ગેસના સેલ પણ છોડ્યા હતા.



જાણો શું કહ્યું પ્રિયંકા ગાંધીએ...
પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે દેશની યુનિવર્સિટીઓમાં ઘુસીને વિદ્યાર્થીઓ સાથે મારઝૂડ કરવામાં આવી રહી છે. સરકારે આગળ આવીને લોકોની વાત સાંભળવી જોઈએપરંતુ આ સમયે ભાજપ સરકાર ઉત્તર પૂર્વઉત્તર પ્રદેશદિલ્હીમાં વિદ્યાર્થીઓ અને પત્રકારો પર અત્યાચાર કરી તેની ઉપસ્થિતિ નોંધાવી રહી છે. ડરપોક સરકાર જનતાના અવાજથી ડરે છે.

પ્રિયંકા ગાંધી સાથે આ લોકો પણ ધરણા પર બેઠા છે
પ્રિયંકા ગાંધીની સાથે સાથે તેમના સમર્થકો પણ ધરણા પર બેઠા છે. પ્રિયંકા ગાંધીની સાથે કેસી વેણૂગોપાલપૂર્વ રક્ષા પ્રધાન એકે એન્ટનીઅહેમદ પટેલરણદીપ સૂરજેવાલા તથા પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

વિરોધ પ્રદર્શનના કારણે દિલ્હી મેટ્રો દ્વારા આગમચેતીના પગલાં સ્વરૂપે કેન્દ્રીય સચિવાલયઉદ્યોગ ભવનપટેલ ચોકજામિયા યુનિવર્સિટીનાં મેટ્રો સ્ટેશનોને બંધ કરવામાં આવ્યા છે. આ સ્ટેશનો પર મેટ્રો ટ્રેન નહીં રોકાય.

national news priyanka gandhi delhi