Coronavirus: આઇસોલેટ થયાં પ્રિયંકા ગાંધી વાડ્રા, પરિવારમાં પહોંચ્યો કોરોના

03 January, 2022 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રિયંકાએ ટ્વિટર પર માહિતી આપતા લખ્યું, મારા પરિવારના એક સભ્ય અને મારો એક કર્મચારી કાલે કોરોના સંક્રમિત થયો છે. મારો રિપૉર્ટ નેગેટિવ આવ્યો છે.

પ્રિયંકા ગાંધી (ફાઇલ તસવીર)

કોરોના વાયરસનો કેર કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના ઘર સુધી પહોંચી ગયો છે. પ્રિયંકાએ ટ્વિટર પર માહિતી આપતા લખ્યું, મારા પરિવારનો એક સભ્ય અને મારો એક કર્મચારી કાલે કોરોના સંક્રમિત આવ્યા છે. મારો રિપૉર્ટ નેગેટિવ આવ્યો છે, જો કે, ડૉક્ટરે સલાહ આપી કે હું આઇસોલેટ રહું અને થોડાંક દિવસ પછી ફરીથી ટેસ્ટ કરાવું.

જણાવવાનું દેશની રાજધાની દિલ્હીમાં કોરોના અને ઑમિક્રૉનના કેસ સતત વધતા જાય છે. આ વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન વિધાનસભામાં જણાવ્યું કે કોવિડ માટે જે 187 નવા સેમ્પલનું ટેસ્ટ થયું છે તેમાંથા 152 ઑમિક્રૉનના કેસ છે. તેમનું કહેવું છે કે કોરોનાના  કેસમાં વધારો આ નવા સ્વરૂપને કારણે થયો છે અને ભારતમાં ઑમિક્રૉન બહારથી આવ્યો છે. દિલ્હી સરકારે કેન્દ્રમાંથી વારંવાર ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવા માટે કહ્યું હતું પણ એવું કરવામાં આવ્યું નહીં.આ દરમિયાન તેમમે એ પણ જણાવ્યું કે દિલ્હીમાં 30-31 ડિસેમ્બરના જીનોમ અનુક્રમણ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાંથી 84 ટકામાં કોરોનાના નવા વેરિએન્ટ `ઑમિક્રૉન`ની પુષ્ઠિ થઈ છે.

દિલ્હીમાં કોરોનાના કેસમાં ઉછાળો
દિલ્હીમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 4099 કોરોના કેસ નોંધવામાં આવ્યા છે. સાથે જ એક શખ્શનું આને કારણે નિધન પણ થયું છે. તો દિલ્હીમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 10,986 થઈ ગઈ છે.

national news priyanka gandhi coronavirus covid19