20 September, 2025 09:54 AM IST | Praygraj | Gujarati Mid-day Correspondent
અંજની મિશ્રા
ગુરુવારે પ્રેસ-કૉન્ફરન્સમાં વોટચોરીના આરોપોને સાબિત કરવા માટે રાહુલ ગાંધીએ પુરાવાઓરૂપે કેટલાક લોકોનાં નામ નંબર સાથે સ્ક્રીન પર રજૂ કર્યાં હતાં. એમાંથી એક મોબાઇલ-નંબર પ્રયાગરાજના અંજની મિશ્રાનો હતો. અંજની મિશ્રા સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ ખોટી રીતે મારો નંબર બતાવ્યો છે અને તેમનો રિપોર્ટ જુઠ્ઠો છે. ટીવી પર મારો નંબર જોઈને મને ગઈ કાલે ૩૦૦થી વધુ ફોન આવ્યા. આખરે મારે ફોન બંધ કરી દેવો પડ્યો. હું કદી મહારાષ્ટ્રમાં રહ્યો જ નથી. મારો આ નંબર ૧૫ વર્ષથી મારી પાસે છે, પણ હવે એ જાહેર થઈ જતાં મને ખૂબ તકલીફ પડી રહી છે. મારું વોટર-ઓળખપત્ર તો પ્રયાગરાજનું છે. રાહુલ ગાંધીએ મારા ઓળખપત્રને ખોટી રીતે રજૂ કર્યું છે. હું આ વિશે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરીશ.’