વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી મેએ વારાણસી લોકસભાની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે

06 May, 2024 07:55 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સામાન્ય ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં વારાણસીમાં મતદાન યોજાશે

ગઈ કાલે અયોધ્યામાં નરેન્દ્ર મોદીના રોડ શો વખતે ઊમટી પડેલી જનમેદની.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી મેએ વારાણસી લોકસભાની બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે એમ BJPના શહેર પ્રમુખ વિદ્યાસાગર રાયે રવિવારે જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી આ મતદારક્ષેત્રમાં ૧૩મી મેએ રોડ શો કરશે અને એ માટે તૈયારી કરવામાં આવી રહી છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. વારાણસીમાંથી કૉન્ગ્રેસે ઉત્તર પ્રદેશના વડા અજય રાય અને બહુજન સમાજ પાર્ટીએ અતહર જમાલ લારીને ઊભા રાખ્યા છે. સામાન્ય ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં વારાણસીમાં મતદાન યોજાશે

national news narendra modi varanasi Lok Sabha Election 2024