ઑક્શનમાં પીએમનું એનસીસી ઍલ્યુમની કાર્ડ તેમ જ રામમંદિરનાં મૉડલ્સની ડિમાન્ડ

19 September, 2022 08:11 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વસ્તુઓના ઑનલાઇન ઑક્શનની શનિવારે શરૂઆત થઈ હતી, જે બીજી ઑક્ટોબર સુધી યોજાશે

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલી ભેટો અને સ્મૃતિચિહ્‍નોના ઑનલાઇન ઑક્શનમાં અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામમંદિરનાં અનેક મૉડલ્સ, ચેન્નઈમાં તાજેતરમાં યોજાયેલી ચેસ ઑલિમ્પિયાડના મૅસ્કોટનું સ્ટૅચ્યુ તેમ જ પીએમનાં એનસીસી ઍલ્યુમની કાર્ડમાં ખૂબ જ રસ દાખવવામાં આવી રહ્યો છે.  નેતાજી સુભાષચંદ્ર બોઝનું મૉડલ સ્ટૅચ્યુ અને કૉમનવેલ્થ ગેમ્સનાં સ્મૃતિચિહ્‍નો સહિત આવી ૧૨૦૦થી વધુ વસ્તુઓના ઑનલાઇન ઑક્શનની શનિવારે શરૂઆત થઈ હતી, જે બીજી ઑક્ટોબર સુધી યોજાશે. વેબ પોર્ટલ pmmementos.gov.in પર આ ઑક્શન થઈ રહ્યું છે અને એના એક સેક્શનમાં ‘મોસ્ટ પાર્ટિસિપેટેડ ઑક્શન’ના નામ હેઠળ કેટલીક વસ્તુઓનું લિસ્ટ છે.

જે વસ્તુઓની સૌથી વધુ ડિમાન્ડ છે એમાં મોદીના ફોટોગ્રાફ ધરાવતું ઍલ્યુમની કાર્ડના સ્વરૂપમાં એનસીસી (નૅશનલ કૅડેટ કૉર્ઝ) દ્વારા આપવામાં આવેલો મોમેન્ટો પણ સામેલ છે.

આ કૅટેગરીમાં અયોધ્યામાં રામમંદિરનાં અલગ-અલગ ડાયમેન્શન્સ અને વજનનાં અનેક મૉડલ્સ પણ સામેલ છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા વડા પ્રધાનને આપવામાં આવેલી રામમંદિરની પ્રતિકૃતિ પણ સામેલ છે.

national news narendra modi