રાજકારણમાં એવા લોકો છે જેમને વારંવાર લૉન્ચ કરવામાં આવે છે

21 March, 2024 08:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્ટાર્ટઅપ મહાકુંભમાં નરેન્દ્ર મોદીના નિશાન પર રાહુલ ગાંધી

ગઈ કાલે દિલ્હીના ભારત મંડપમમાં ઉપસ્થિત લોકોનું અભિવાદન કરતા નરેન્દ્ર મોદી.

નવી દિલ્હીના ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભમાં સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઇશારામાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમની આકરી ટીકા કરી હતી. સ્ટાર્ટઅપ મહાકુંભમાં સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાઓ સાથે સંવાદ કરતાં મોદીએ સ્ટાર્ટઅપ અને રાજકારણ વચ્ચે સમાનતાની વાત કરીને કહ્યું હતું કે ‘કેટલાક લોકો ખાસ કરીને રાજકારણમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની કોશિશ કરે છે, પણ તેમના સ્ટાર્ટઅપ અને તમારા સ્ટાર્ટઅપમાં થોડો ફેર છે. તમે પ્રયોગાત્મક છો અને એક વાર નિષ્ફળતા મળે તો તમે નવા વિચાર સાથે ફરી શરૂઆત કરી દો છો, પણ રાજકારણમાં એવા લોકો છે જેમને વારંવાર લૉન્ચ કરવામાં આવે છે.’ 

 ભારતના યુવાનો હવે નોકરી શોધવાને બદલે નોકરી આપનારા બનવાની દિશામાં આગળ વધી રહ્યા છે. વળી ૪૫ ટકા સ્ટાર્ટઅપની કમાન મહિલાઓના હાથમાં છે. 

national news rahul gandhi narendra modi