મોદી બે કરોડ સબસ્ક્રાઇબર્સ ધરાવનાર વિશ્વના પ્રથમ નેતા

27 December, 2023 09:50 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૪.૫ અબજ વિડિયો વ્યુઝ ધરાવે છે અને યુટ્યુબ પર પીએમના ૨૩,૦૦૦ વિડિયો છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચૅનલ

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચૅનલમાં સબસ્ક્રાઇબર્સની સંખ્યાએ વૈશ્વિક નેતાઓને પાછળ છોડી દીધા છે, કારણ કે મોદીની યુટ્યુબ ચૅનલે ૨૦ મિલ્યન એટલે કે બે કરોડ સબસ્ક્રાઇબર્સ મેળવ્યા છે. આ સિદ્ધિ રાજકારણમાં ડિજિટલ પ્લૅટફૉર્મની અસર દેખાડે છે, જેમાં નેતાઓ નાગરિક સાથે સીધી રીતે જોડાવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરે છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનના યુટ્યૂબ પર ૭.૮૯ લાખ સબસ્ક્રાઇબર્સ છે.

મોદીની યુટ્યુબ ચૅનલ ૪.૫ અબજ વિડિયો વ્યુઝ ધરાવે છે તેમ જ યુટ્યુબ સબસ્ક્રાઇબર્સના મામલે સૌથી આગળ છે. યુટ્યુબ પર પીએમ મોદીના ૨૩,૦૦૦ વિડિયો છે. આ સિવાય વડા પ્રધાન મોદીના ટ્વિટર હવે એક્સ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ ચૅનલ પર પણ ફૉલોઅર્સની સંખ્યા ઘણી વધારે છે. આ સિવાય પીએમઓ ઇન્ડિયા યુટ્યુબ ચૅનલ પણ વ્યુઝ અને સબસ્ક્રાઇબર્સ મામલે ભારત અને વૈશ્વિક સ્તર પર રાજનેતાઓની યુટ્યુબ ચૅનલ કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. આજે મોદીની યુટ્યુબ ચૅનલ વિશ્વના અન્ય કોઈ નેતાની યુટ્યુબ ચૅનલ કરતાં વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી ચૅનલ બની ગઈ છે. પીએમ મોદીની ચૅનલની સૌથી ખાસ વાત એ છે કે એના પર અપલોડ કરવામાં આવેલા વિડિયોને લોકો ખૂબ પસંદ અને લાઇક પણ કરે છે. 

અન્ય સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર મોદી
પીએમ મોદી તમામ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર ખૂબ ઍક્ટિવ છે. એક્સ (પહેલાંનું નામ ટ્વિટર) પર તેમના ૬.૪૦ કરોડ ફૉલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર ૮.૨૭ કરોડ અને ફેસબુક પર ૪.૮૦ કરોડ ફૉલોઅર્સ છે.

national news narendra modi youtube